SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મહુવા : : ૧૧૪ ; [જૈન તીર્થને બ્રેરી વગેરે છે. તલાજાથી દઢ ગાઉ દૂર સખલાસર ગામના કેળી કરશનને સ્વપ્નામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન થયાં. બાદ તેના ખેતરમાંથી સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ નીકળી હતી જે શહેરના મંદિરમાં પધરાવેલી છે. નીચે તલાટીની ધર્મશાલામાં ભાતું અપાય છે. તલાજા પાસે તલાજી નામની અને છેડે દૂર પવિત્ર શેત્રુંજી નામની નદી વહે છે. પાલીતાણાથી મોટર રસ્તે ૧૦ ગાઉ અને ભાવનગરથી રેલવે રસ્તે ૧૬ ગાઉ દૂર તલાજા સ્ટેશન છે. ભાવનગરથી મહુવા જતી રેલવે લાઈનમાં તલાજા સ્ટેશન છે. મહુવા આ શહેરને શાસ્ત્રમાં મધુમતી તરીકે ઓળખાવી છે. અહીં જીવિતસ્વામીનું સુંદર ભવ્ય સાત શિખરી મંદિર છે. જીવિતસ્વામીની પ્રતિમા બહુ જ પ્રાચીન છે.શત્રુંજયને ૧૪ ઉદ્ધાર કરનાર જાવડશાહ આ નગરીના રહેવાસી હતા. વિ. સં. ૧૦૮ માં મહાત્ પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજય તીર્થને ઉધ્ધાર કરાવ્યું હતું. અહીં યશવૃદ્ધિ બોર્ડીંગ સારી ચાલે છે. એક વિશાલ દેવગુરુમંદિર આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે હમણાં કરાવરાવ્યું છે. ઉપાશ્રય,ધર્મશાળા આદિની સગવડ સારી છે. મહુવા બંદર છે. ભાવનગરથી ટ્રેન જાય છે. મહુવા લાઈનનું છેલ્લું રેલ્વે સ્ટેશન છે. - ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામણીમાં સવાકેડ સોનિયાના ચઢાવાથી તીર્થ માળ પહેરનાર અને સવાઝોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હારવડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર વિર્ય જગડુશાહ, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિ, આધુનિક સુરિસમ્રાટ, કદંબગિરિતીર્થોધ્ધારક આ. શ્રી વિજયનેમિસૂરિ તેમજ ચીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને ડકે વગાડનાર વીરચંદ રાઘવજી જેવા પુરુષરત્નને જન્મ આપી આ ભૂમિએ પિતાનું “રત્નસૂ” નામ ખરેખર સાર્થક કરેલ છે. મહુવાની આસપાસ વનરાજી સારા પ્રમાણમાં વિકસી છે પરંતુ તેમાં ખાસ કરીને નાળીયેરી, આંબા, કેળ અને સોપારીનાં વૃક્ષોની વિપુલતા છે. શહેરની ચારે બાજુ વનસ્પતિ આવેલ હોવાથી ભર ઉનાળામાં પણ અહીં લૂ વાતી નથી પણ ઉલટી ઠંડી હવાને અનુભવ થાય છે અને તેથી જ મહુવાને “કાઠિયાવાડનું કાશમીર” એવું ઉપનામ મળેલ છે. અહીંનું હાથીદાંતનું તથા લાકડાનું કોતરકામ અત્યંત વખણાય છે. લાકડાના રમકડા અને તેમાં ય ખાસ કરી કેરી, દાડમ, જમરૂખ, સોપારી વિગેરે એવા આબેહુબ બનાવવામાં આવે છે કે તે સાચા છે કે બનાવટી તેની પ્રથમ દષ્ટિએ ખબરપણ પડતી નથી. શહેરની વસ્તી આશરે ત્રીશ હજાર લગભગની છે. જેના ઘર આશરે સાડાત્રણસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy