________________
KATHIA WAO
ર.
-
1
| કાઠિયાવાડ..
તલાજ તાલધ્વજગિરિ ડુંગર,સિદ્ધાચલજીના એક શિખરરૂપ છે. તલાજા શહેરથી તાલવજગિરિ એક ફલોંગ દૂર છે. પહાડને ચઢાવ અર્ધા ગાઉને છે. ઉપર ચઢવા માટે સુંદર પગથિયાં છે. ઉપર સુંદર ૩ જિનમંદિરો છે. મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂતિઓ છે. ઠેઠ ઉપર ચામુખજીનું મંદિર છે. ત્યાંથી સિધ્ધાચલજીનાં દર્શન થાય છે. થોડાં વર્ષ પહેલાં નીચ ખેતરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા નીકળેલ તેની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે કરાવી હતી. સુંદર ગુરુમંદિર પણ છે. નીચેના મંદિરનો જીર્ણોધ્ધાર લમીબહેને કરાવેલ છે. ઉપર બીજી બે એરીઓ છે જેમાં એકમાં ભારત મહારાજાનાં અને બીજીમાં બાહુબલિછનાં પગલાં છે.
મૂળમંદિરના વિ.સં. ૧૮૭૨ માં બાબુ ધનપતસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને નીચે જેન ધર્મશાલા બધાવી હતી. શ્રી સંઘની પણ એક ધર્મશાલા છે. ડુંગરમાં ૩૦ ગુફાઓ છે. ૪-૫ ગુફાઓ તે ઘણી જ મેટી અને વિશાલ છે.
એક ખોડિયારનું તથા બીજું અભણ મંડપનું ય પ્રસિધ્ધ છે.
તલાજાના ડુંગર ઉપર વસ્તુપાલ તેજપાલે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલેખ મળે છે. ત્યારબાદ ૧૩૮૧ માં મંદિર બન્યાનો પણ ઉલ્લેખ મળે છે.
તલાજ શહેરમાં સુંદર જિનમંદિર, શ્વેતામ્બર જૈન ધર્મશાલા, ઉપાશય, લાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com