________________
ઉપસંહાર .: ૧૦૬ :
જૈન તીનો કહે છે) અહીંથી પહેલાં રસ્તે હતો, છ ગાઉની યાત્રામાં આજે પણ આ જ સ્થાન લેવાય છે.
૪-પાલીતાણા શહેરમાં, દરબારી નિશાળ પાસે જ તળાટી હતી જેના સ્મારકરૂપે બે દહેરીઓ છે. અત્યારે પણ ચૈત્યપરિપાટી અને ગિરિપૂજામાં આ સ્થાનનું બહુમાન કરાય છે. કહે છે કે યોગીરાજ નાગા અહીં તળાટી સ્થાપી પોતાના ગુરુ પાદલિપ્તસૂરિજીના નામથી પાદલિપ્તપુર-પાલીતાણા સ્થાપ્યું હતું.
છેલ્લી તલાટી અત્યારે જે સ્થાને છે તેને જય તળટી કર્યું છે. આ સ્થાન અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ સ્થાપ્યું છે. બે બાજુ સુંદર મંડપવાળી દેહરીએ કરી પાદુકાઓ પધરાવી છે. અત્યારે આ સ્થાનના ચોકમાં દીક્ષા આદિ શુભ ક્રિયાઓ થાય છે.
અત્યારે આ ગિરિરાજતું બાર જનનું માપ છે તે જણાવે છે અહીંથી ગિરનાર સુધીની આ ગિરિરાજની ધાર એકસરખી જાય છે. આ રસ્તે સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુદેવ શાસનદીપક ગુરુકુલસ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબ પધાયો હતા તેમજ પંજાબી મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ પણ આ રસ્તે ગયાનું સંભળાય છે.
આપણે ચોથી તલાટી જે જોઈ ગયા તે સ્થાન પણ બરાબર છે. મહામંત્રી વસ્તુપાલે લલિત સાવર ગામબહાર બંધાવ્યું હતું. તેમના સંઘે ઊતારે ત્યાં હતા અને ત્યાંથી આ રસ્તે થઈને જ ઉપર જવું અનુકૂળ હશે એટલે આ સ્થાન પણ ઠીક જ લાગે છે.
આ સિવાય ગિરિરાજ ઉપર સૂર્યકુડ, રાયણવૃક્ષ, કાદવક્ષની મતિ આદિ પ્રાચીન છે તેમજ સંપ્રતિરાજાનું મદિર, વિમલવસીનું મંદિર, મહારાજા કુમારપાલનું મંદિર અને વસ્તુપાલનું મંદિર વિગેરે પ્રાચીન એતિહાસિક મંદિરે ખાસ દર્શકનું મન આકર્ષે છે.
ભાડવાનો ડુંગર–ભદ્રગિરિ કે જયાં કૃષ્ણ મહારાજના પુત્ર શાંબ તથા પ્રદ્યુમ્નજી સાડાઆઠ ક્રોડ મુનિ સાથે ફા. શુ. ૧૩ ના દિવસે સિદ્ધપદને પામ્યા છે તેની પાદુકાની તેમજ શ્રી આદિનાથ ભગવાનની પાદુકાની અને દહેરી છે. પાસે શેઠ ભગુભાઈ પ્રેમચંદે સમરાવેલ એક કુંડ છે, જ્યાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુજી તથા સેળમા તીર્થંકર શ્રી શાન્તિનાથજીનાં જુદા જુદા સમયે ચાતુર્માસ થયાં છે. વળી કરેડો મુનિએ ધ્યાન કરી આત્મકલ્યાણ સાધી ગયા છે. અહીં બને પ્રભુજીને દેહરી બા સામસામે હતી. એક સ્થાને ચૈત્યવંદન કરતાં બીજા સ્થાનને પુઠ પડતી હતી. આખરે શ્રી નંદિણ મુનિવરે અજિતશાંતિસ્તવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com