________________
ઉપસંહાર આ તીર્થ પ્રાયઃ શાશ્વતું મનાય છે. જેના દર્શન કાલના બે વિભાગ પાડે છે. ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણી કાલ. દરેકના છ છ આરા છે. ઉત્સપિણે કાલના પ્રથમ આરામાં આ તીર્થનું માન સાત હાથનું હેય છે, બીજા આરામાં બાર જોજનનું, ત્રીજા આરામાં ૫૦ જોજનનું, ચોથા આરામાં ૬૦ જોજનનું, પાંચમા આરામાં ૭૦ એજનનું અને છઠ્ઠા આરામાં ૮૦ જજનનું માન હાર્ય છે. જ્યારે અવસર્પિણી કાલના પહેલા આરામાં ૮૦ જનનું, બીજા આરામાં ૭૦
જનનું, ત્રીજા આરામાં ૬૦ જનનું, ચોથા આરામાં ૫૦ જેજનનું, પાંચમા આરામાં ૧૨ જે જનનું અને છઠ્ઠા આરામાં સાત હાથનું માન રહે છે. આવી રીતે અનાદિ કાળથી વધઘટ થયા જ કરે છે પરંતુ સ્થાન કાયમ જ રહે છે તેથી આ ગિરિરાજને પ્રાયઃ શાશ્વત કહેલ છે.
અહીં જૈન ધર્મમાન્ય–પૂજ્ય અનંતા તીર્થકર પધાર્યા છે, પધારશે અને પધાર્યા હતા. તેમજ અનંતા જીવોએ કર્યો કરી અક્ષયસુખ-મુક્તિસુખ પ્રાપ્ત કર્યું છે.
જૈન સૂત્રોમાં આ તીર્થનું વર્ણન મળે છે. ખાસ કરીને જ્ઞાતાધર્મકથાંગમાં આ તીર્થનું નામ આવે છે અને ત્યાં મેલગામી જીવનું વર્ણન આપ્યું છે. પુંડરીકા૨લ, સિદ્ધાયતન, સિદ્ધશલ આદિ નામ આપ્યા છે. અજૈન ગ્રંથ ભાગવતમાં પણ જૈનધર્મપૂજ્ય આ ગિરિરાજનું વર્ણન આપ્યું છે. પ્રાચીન અર્વાચીન અનેક જૈન સાહિત્યમાં આ ગિરિરાજનું વર્ણન મળે છે. આ. શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુંજય માહાન્યા પછી તે ઘણા ગ્રંથોમાં આ ગિરિરાજનું ચમત્કારી, અલૌકિક વર્ણન મળે છે.
આ તીર્થની પ્રાચીન તલાટીઓનું જે વર્ણન મળે છે તે જોતાં આ ગિરિ રાજની લંબાઈ પહોળાઈને છેડો ખ્યાલ આવી શકે છે ખરો.
૧–પ્રથમ તલાટી આનંદપુર (વડનગર) હતી. ૨– વલભીપુર તલાટી હતી, જ્યાંનું સ્થળ અત્યારે પણ બતાવાય છે. તે ૩–સિદ્ધવડ તલાટી હતી જ્યાં આદિપુર ગામ હતું જેને અત્યારે આદપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com