SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુ જય : ૯ર ઃ [ જૈન તીર્થાના રાક્ષસ પ્રમુખના ગમે તેવા વળગાડ જતા રહે છે તથા બીજા વિકાર પણ થઈ શકતા નથી. એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલા હાય તે તેને આદર સર્હુિત લઇ આવી જીવની જેમ સાચવવા. એના જળનું સિંચન કરવાથી સર્વ વિઘ્નની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે દોસ્તી બાંધે છે તે અને અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુંપિકા છે. શ્રધ્ધા સહિત અઠ્ઠમ તપના આરાધનથી કાઇ ભાગ્યવાન્ પુરુષ તેના રસ મેળવી શકે છે. જે રસની ગંધ માત્રથી લાઢું સુવર્ણ થઇ જાય છે. એક રાજાદની જ જો પ્રસન્ન હેાય તે ખીજી શાની જરૂર છે? શ્રી શત્રુંજયા નદી. સૌરાષ્ટ્ર દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનત સુકૃતનું સ્થાન એવું શત્રુંજય નામે મહાતી છે. એનાં દર્શીન, સ્પન, શ્રવણુ અને સ્તવનથી પણુ પાપના લાપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં તથા મેાક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેાકને પાવન કરનારું કોઇપણુ ખીજું તી નથી. એ મહાતીની દક્ષિણ ખાજીએ પ્રભાવિક જલથી પૂર્ણ શત્રુજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હાવાથી તેની મહાપવિત્ર છે અને ગંગા દસના દ્રવ્ય જળના લથી પણ અધિક લદાતા છે. તેમાં સ્નાન કરવાથી સકલ પાપ ધાવાઈ જાય છે. ( અત્ર યાદ રાખવું કે જૈનેતરની જેમ જૈનોએ ડુબાડુખ કરી અનુપયેાગે સ્નાન કરવાનું નથી પણુ કિનારે એસી પાણી ગળીને સ્નાન કરવાનું છે). શ્રી શત્રુંજય મહાતીર્થની તે જાણે વેલી હાય તેવી શેાલે છે. તે ગંગા નદીની જેમ પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃત્યના સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રડાવડે પ્રભાવશાળી અને અનેક આશ્ચય ઉત્પન્ન કરનારી છે. શત્રુંજયા, જાહ્નવી, પુંડરિકણી, પાપકષા, તીર્થભૂમિ, હુંસા એવા અનેક અભિધાના( નામેા )થી તે પ્રખ્યાત છે. તેમાં કદબગિર અને પુડિનેકિરિ નામના શિખરની મધ્યમાં કમલ નામના એક મહાપ્રભાવક કહ છે. તેના જલવડે માટીનો પિંડ કરી જો નેત્ર ઉપર માંધવામાં આવે તે રતાંધળાપણું વિગેરે અનેક પ્રકારનાં નેત્રવિકારના નાશ થઇ જાય છે. વળી તે જલના પ્રભાવથી બીજા પણ ભૂત વૈતાલાકિ અન્ય દોષો દૂર થાય છે અને તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી. સૂર્યધાન તથા તેમાં આવેલા સૂર્યાવર્ત અથવા સૂર્યકુંડનુ વર્ણન. શ્રી શત્ર’જય ગિરિની પૂર્વ દિશામાં નંદનવન સમાન સૂર્યોદ્યાન નામનું ઉદ્યાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy