________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને હસ્તગિરિ તીર્થ પ્રસિધ્ધ છે. ઉપર સુંદર દેરી છે. તેમાં પાદુકા છે, આ સ્થાન ઘણું જ પવિત્ર છે.
ચેક ગામમાં સુંદર જિનમંદિર, વિશાલ ધર્મશાળા વિગેરે છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી કરે છે.
અહીથી જાળીયા થઈ ગિરિરાજની પ્રદક્ષિણા દેતા પાલીતાણા જવાય છે. ૩ ભાઠી વીરડાની દેરી
શત્રુંજી નદીની પાગ પાલીતાણાથી શ્રી શત્રુંજય રોડ ઉપર જતાં નહાર બિડીંગની પાસે બે રસ્તા નીકળે છે. એક રસ્તે તલાટી જાય છે અને બીજો રસ્તે સીધે શત્રુંજી નદી તરફ જાય છે. અહીંથી બે ગાઉ દૂર શત્રુંજયી નદી છે. તેમાં ન્હાઈ, પવિત્ર થઈ ઉપર જતાં પ્રથમ એક દેરી આવે છે જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. ત્યાં થઈ આગળ ઉપર જતાં અધે રસ્તે એક દેહરી અને વિસામે છે. ત્યાં એક કુંડ છે. આ કુંડને વિસામો રાધનપુરવાળાએ બંધાવેલ છે. અહીં દર્શન કરી ઉપર દાદાની ટૂંકમાં જવાય છે. નદી પાસે એક પાણીની પરબ બેસે છે તેને ભાડીનેવીરડો કહેવામાં આવે છે. ૪ રોહીશાળાની પાગ– ( છ ગાઉની પ્રદક્ષિણાવાળા રરતે એટલે કે રામપળની બારીએથી રહીશાળાની પાગે જવાય છે તેમજ શત્રુંજી નદીવાળા રસ્તેથી આગળ જતાં રહીશાળાની માગ આવે છે. નજીકમાં ગામ છે. ત્યાં સડકને કિનારે વિશાલ ધર્મશાળા તથા જિનમંદિર છે. આ નૂતન ભવ્ય જીન મંદિર અને સુંદર ધર્મશાલા વગેરે પૂ. પા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જ તૈયાર થયેલ છે. અહીંની વ્યવસ્થાપણે શેઠ જી. પેઢી કરે છે. ત્યાંથી અર્ધ પણે માઈલ દૂર તલાટી છે. ત્યાં ભાતું અપાય છે. ઉપર દેરી છે. એક કંડ છે. દર્શન કરી ઉપર જવાય છે. ૫ ઘેટીની પાગ
મોટી ટુકની બહાર નીકળી નવ ટંકના રસ્તે જતાં સીધે સન્મુખ રસ્તે કિલ્લાની
૧ અહીંથી નીચે ઉતર્યા પછી આદપર આવે છે ત્યાંથી દૂર ઘેટી ગામ છે. ત્યાં દેહરાસર ઉપાશ્રય છે ત્યાં શ્રાવકેનાં ઘર છે ઘેટી ગામ ઘણું પ્રાચીન છે. પહેલા અહીંથી પણ ઉપર ચઢાતું હતું મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ પહેલાં અહીંથી ઉપર ચઢ્યા હતાં. તેમજ વર્તમાન યુગમાં અહીં પ્રથમ ઉદ્ધાર જાવડશાહે કરાવ્યો હતો. ત્યાર પછી જુદા જુદા સમયે ઉદ્ધાર થતા જ આવ્યા છે.
પાલીતાણાથી દસ ગાઉ દૂર છાપરીયાલી ગામ છે જે ભાવનગરના મહારાજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ આવેલું છે ત્યાં પેઢી તરફથી સુંદર પાંજરાપોળ ચાલે છે. ત્યાં પાસે ટેકરી ઉપર એક દેહરી છે તેમાં પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com