________________
ઈતિહાસ ]
: ૯૩ :
શ્રી શત્રુંજય ત્યાંથી માઈલ દોઢ માઈલ દૂર તલાટી છે, ત્યાંથી ઉપર ચઢાય છે. ઉપર શત્રુ. જયાવતાર, રૈવતગિરિ અવતાર તથા શ્રી નમિનાથજીનાં ભવ્ય મંદિર છે. દુરથી આ ધવલશિખરી ઉત્તુંગ મંદિર બહુ જ આકર્ષક, રમ્ય અને મને હર લાગે છે. શ્રી નમિનાથજીના મંદિરથી ઉપર ચઢવાનું છે. ચઢાવ ઘણું કઠણ છે. ઉપર એક સુંદર ચેતરા ઉપર દેરી છે જેમાં બે જોડી પાદુકાઓ છે. કદંબગણધરની આ પાદુકાઓ છે. ગઈ ચોવીશીના બીજા નિરવાણું તીર્થકરના શ્રી કદંબગણધર ગઈ* ચેવાશીમાં ક્રોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા હતા. આ બન્ને પાદુકાઓ પર લેખ છે. એક પાદુકાયુગલ જૂની સં. ૧૬ + ૪ ની છે. પ્રતિષ્ઠાપક તાર શશિકાનરિમિ: ગૃહસ્થનું નામ પણ છે પરન્તુ વંચાતું નથી. બીજી પાદુકાયુગલ સં. ૨૮૬૩ * * * ૩ત્તમચંદ x x x પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતુ.
ઉતરતી વખતે વાવડી પ્લેટ તરફ જવું. ત્યાં પણ સુંદર જિનમંદિર અને નૂતન બનતી સેંકડો જિનમૂર્તિઓ તથા ગુરુમૂર્તિઓ પણ છે. ભેયર વિગેરેમાં પણ દર્શનીય જિનમૂર્તિઓ છે. પ્રતિષ્ઠા અંજનશલાકા બાકી છે.
આ આખા તીર્થની વ્યવસ્થા શ્રી શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. તલાટીએ ભાતું અપાય છે. પેઢીની વ્યવસ્થા સારી છે. યાત્રિકોને માટે ભેજનશાળા વગેરેની સગવડ સારી છે.
કદંબગિરિથી અઢીથી માઈલ દૂર ચોક છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે. ત્યાં નજીકમાં હસ્તગીરિ તીર્થની ટેકરી છે. પહાડ ના છતાં ચઢાવ કઠણ છે.
શ્રી કદંબગિરિરાજને શોભાવવાનું, સુંદર મંદિરેથી અલંકૃત કરવાનું અને તેની સારી પ્રસિધ્ધ, મહાભ્ય પ્રસરાવવાનું માન પૂ. પા, આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરિજી મહારાજને ઘટે છે. તેમણે ભગીરથ શ્રમ લઈ તીર્થોધ્ધાર કરાવ્યું છે અને જંગલમાં મંગલ વર્તાવ્યું છે.
હસ્તગિરિ કદંબગિરિથી એક ગાઉ ચાક ગામ આવે છે. અહીં સરકારી થાણું છે. ગામના પાદરે ભગવતી શત્રજયી નદી વહે છે. નદી ઓળંગી સામે કાંઠે બે માઈલના ચઢવાને હસ્તગિરિ પહાડ છે. અહીં ચક્રવતી રાજષ ભરત મહારાજા અનશન કરી ક્ષે પધાર્યા છે. તેમજ તેમને હાથી પણ અનશન કરી અહીં સ્વર્ગે સિધાવેલ છે તેથી
* ગઈ ચોવીશીના અંતિમ તીર્થકર શ્રી સંપ્રતિ જિનદેવના ગણધર કદંબ મુનિ એક કોડ મુનિવરો સાથે અનશન કરી અહીં મોક્ષે પધાર્યા છે એ બીજે સ્થાને ઉલ્લેખ મળે છે. શ્રી શત્રુંજયગિરિરાજના ૧૦૮ નામોમાં આ શિખરનું નામ છે. કદંબગિરિ, શ્રી શત્રુંજયગિરીરાજનું એક શિખર જ છે. આ શિખર પણ સજીવ છે. અનેક રસ, વનસ્પતિઓ અને સિદ્ધિઓનું સ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com