________________
ઇતિહાસ ]
શ્રી શત્રુંજય
છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે.” આ જ બને દેરીઓ પ્રાચીન અજિતનાથ અને શાંતિનાથની છે એમ સમજવાનું છે.
પાંડવોનું દેહ ચૌમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દેહરું આવેલું છે. તેમાં બે દેહરાં છે. બન્નેનાં જુદાં પાકાં કંપાઉન્ડ છે. મૂળ મંદિરમાં પબાસણ ઉપર પાંચ પાંડની પાંચ ઊભી સુંદર મૂર્તિઓ છે. પડખે ગોખમાં કુન્તામાતાની મૂર્તિ છે. તેની સામેના ગેખમાં દ્રૌપદીની મૂર્તિ છે. આ સ્થાન ઘણું પ્રાચીન છે.
બીજું તેની પાછળ સહસ્ત્રકૂટનું મંદિર છે.
આ મંદિર સં. ૧૮૬૦મા સુરતવાળા શેઠ ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તેમાં પ્રતિમા ૧૦૨૪ સહસ્ત્ર ફૂટ પથ્થરમાં આવેલી છે. ભીંતને ઓથારે પુરુષાકારે ચૌદરાજલકનું આરસનું બનાવેલું સુંદર ચિત્ર છે બીજી તરફ સમવસરણ તથા સિધ્ધચક્રજીની રચના આરસપહાણ પર છે જે ખાસ દર્શનીય છે.
ચૌમુખજીની ટૂંક શત્રુંજયગિરિરાજના ઊંચા શિખર ઉપર આ ટુક આવેલી હેવાથી દૂરથી દેખાય છે. ગિરિરાજ ઉપરને ઊંચામાં ઊંચે આ ભાગ છે.
અહી અમદાવાદવાળા શેઠ સદા સમજીએ સં. ૧૯૭૫માં ભવ્ય અને ઉત્તગ જિનમંદિર બનાવ્યું. ચૌમુખજીના મંદિરમાં વિશાલ કદનાં ચાર ભવ્ય જિનબિંબ છે જેનાં દર્શન થતાં આત્મા પુલકિત બને છે. આ ટુંકમાં અગિયાર દેહરાં અને ૭૪ દેરીઓ છે. - ઝાષભદેવજી ચૌમુખનું દેહરું અમદાવાળા શેઠ સદા સમજીએ સં ૧૬૭૫માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી.
૨. પુંડરીક સ્વામીનું દહેજે ૩. સહસ્ત્રફૂટનું દેહરુ અમદાવાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું. ૪. શાન્તિનાથજીનું દેહ સં. ૧૯૭૫ શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવ્યું. ૫. શાન્તિનાથજીનું દેહ, ૬. પાશ્વનાથજીનું દહેરૂં–સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા થઈ. ૭. પાર્શ્વનાથજીનું દહેરૂં–સં. ૧૬૭૫માં ખીમજી સમજીએ પ્રતિષ્ઠા કરાવી.
૮. શાન્તિનાથજીનું દહેરૂ–સં. ૧૯૭૫માં અમદાવાદવાળાએ બંધાવ્યું. આ મંદિરમાં ત્રણસો વીશ મૂર્તિઓ એક પત્થરમાં છે.
છીપાવસહી માટે એક બીજો ઉલલેખ મળે છે કે આ ટુંકમાં સં. ૧૬૬૮ માં મંદિરો હતાં. મને એમ લાગે છે કે આ વસ્તુ અન્ય ઐતિહાસિક પ્રમાણુની અપેક્ષા રાખે છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com