SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૮૭ : શ્રી શત્રુંજય જય તળાટી બંધાવી અને હેમાભાઈને વડે પણ તેમને જ બંધાવેલું છે. બીજી ધર્મશાળાઓ અને મંદિરની પ્રતિષ્ઠાઓ પણ તેમણે કરાવી છે. અમદાવાદમાં હીમાભાઈ ઈન્સ્ટીટ્યુ (પુસ્તકાલય) સંગ્રહસ્થાન, સીવીલ હોસ્પીટલ, વનોકયુલર સાઈટી, ગુજરાત કેલેજ વગેરેમાં દાન આપ્યું છે. આ નગરશેઠે અમદાવાદની પાંજરાપોળને પોતાના રાચરડા ગામની ઉપજમાંથી ભાગ આપ શરૂ કર્યો. માતર, સરખેજ, નરોડાના મંદિરની પ્રતિષ્ઠા તેમણે કરેલી; ઉમરાળામાં મંદિર બંધાવ્યું; ગિરનાર ઉપર ડાં પગથિયાં બંધાવેલાં. માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નેસડા વગેરે સ્થાનમાં ધર્મશાળાઓ બંધાવી છે. આ શેઠે આ ટુંક બંધાવી છે. તેમાં ૪ મોટા દહેરાં અને ૪૩ દેરીઓ છે. ૧ અજિતનાથજીનું મંદિર ૧૮૮૬માં નગરશેઠ હેમાભાઈવખતચંદ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરી. ૨ પુંડરીકાજીનું મંદિર છે » » ૩ ચૌમુખજીનું મંદિર છે ” » » ” ૪ ચૌમુખજીનું મંદિર સં. ૧૮૮૮ માં શેઠ સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું. પળની બહાર બે બાજુ બે નાના કુંડ આવેલા છે. બાજુમાં પૂજારીની એરડી છે. ઉજમબાઈની ટૂંક ઊકે ઉજમવસી અમદાવાદના નગરશેઠ વખતચંદ શેઠના પુત્રી અર્થાત્ હેમાભાઈ નગરશેઠના બહેન અને હેમાભાઈ શેઠના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ થતાં હેવાથી ઉજમફઈ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે. તેમજ સુપ્રસિધ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી અમદાવાદમાં વાઘણપોળમાંની પ્રસિધ્ધ ઉજમફઈની ધર્મશાળા પણ તેમની જ બંધાવેલી છે અને અષ્ટાપદજીના મંદિરમાં પણ તેમણે જ નંદીશ્વર દ્વીપનું મંદિર બંધાવ્યું છે. આ જ ઉજમફઈએ ગિરિરાજ ઉપર ઉજમવસી બંધાવી છે. આ ટુંકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરે જુદા જુદા નામથી ઓળખાય છે. રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મને હર છે. આ ટુંકમાં ત્રણ મંદિર અને બે દેરીઓ છે. ૧. નંદીશ્વરદ્વીપનું મંદિર ઉજમ શેઠાણીએ સં ૧૮૯૩ માં બંધાવ્યું. ૨. કુંથુનાથ પ્રભુજીનું મંદિર–૧૮૪૩ માં શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શ્રી શાન્તિનાથ પ્રભુનું મંદિર શેઠાણ પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટુંકમાં મંદિરે થઈ શકે તેવી જગ્યા છે. સાકરચંદ પ્રેમચંદની ટુંક યાને સાકરસી અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રેમચંદ, સાકરચંદ પ્રેમચંદ વગેરે ૧૮૮૮ માં શત્રુંજયને સંઘ લઈને આવ્યા ત્યારે જ ટુંક બંધાવાનું શરૂ થયું, જેમાં શેઠ મગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy