________________
શ્રી શત્રુંજય
[જેન તને મંદિર બંધાવ્યું છે. આ આખું મંદિર આરસનું બનાવેલું છે. આ મંદિરમાં આરસના બે ગોખલા સામસામે છે. તે આબુ પરના વસ્તુપાલ તેજપાલની વહુઓ દેરાણી જેઠાણીના ગેખલાના અનુકરણ રૂપે સુંદર કેરણીવાળા બનાવ્યા છે. સં. ૧૮૬૦ માં બનેલ છે. અહીં સહસ્ત્રફણ પાશ્વનાથજીની સુંદર મૂર્તિઓ છે જે ખાસ દર્શનીય છે.
૪. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર – સં. ૧૮૬૦માં સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદે બંધાવ્યું છે.
૫. શ્રી પ્રભુજીનું મંદિર-- પાલણપુરવાળા મોદીએ બંધાવ્યું છે. ૬. શ્રી ચંદ્રપ્રભુનું મંદિર--મહુવાના નીમા શ્રાવકેએ ૧૮૬૦ માં બંધાવ્યું છે. ૭. શ્રી પ્રભુનું મંદિર--રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે.
આ સિવાય ગણધર પગલાં પણ સેંકડોની સંખ્યામાં છે. લગભગ ૧૪૫ર જેડી પગલાં છે.
ટુકને ફરતા કોટ છે.
આ આખી ટંકને આધ્યાર અમદાવાદ માંડવીની પળમાં નાગજી ભુધરની પિળનિવાસી શેઠ પુંજાલાલભાઈ નગીનદાસે હજાર રૂપિયા ખર્ચીને હમણાં જ કરાવ્યો છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભરીને ઉદારતાથી આ શુભ કાર્ય કરાવ્યું છે જેને શિલાલેખ પણ છે.
પ્રેમચંદ મોદીની દુકના કેટના બહારના ચેકમાં એક કુંડ આવેલ છે તે કુંડના નીચાણના ભાગ પાસે એક ઓરડીમાં ખોડીયાર માતાનું ચમત્કારી સ્થાનક છે, શેઠ કુટુમ્બના કેટલાએક જૈને અહીં બાધા ઉતારવા આવે છે. ચોમાસાના દિવસોમાં પાણીથી કુંડ ભરાઈ જાય છે છતાં ય દેવીનું સ્થાનક વગેરે તેમનું તેમજ રહે છે.
હેમાભાઈની ટુંક ઊર્ફે હેમાવસી અમદાવાદના નગરશેઠ કુટુમ્બના નબીરા દાનવીર, ધર્મવીર અને કર્મવીર નગરશેઠ હેમાભાઈએ આ ટુંક બંધાવી છે. - મેગલકુલતિલક સમ્રાટ અકબરને પ્રતિબંધ આપનાર જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સમયમાં આ તીર્થ ધિરાજ તેઓશ્રીને સેંપાયે અને તેના વહીવટની સત્તા અમદાવાદના નગરશેઠ શાન્તિદાસને એંપાઈ ત્યારથી ગિરિરાજને વહીવટ નગરશેઠ કુટુમ્બ જ સંભાળતું હતું. એજ નગરશેઠ શાંતિદાસના પૌત્રના પૌત્ર શેઠ હિમાભાઈએ સં. ૧૮૮૨ માં આ ટુંક બંધાવી અને સં. ૧૮૮૬ માં મુલનાયક શ્રી અજિતનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી.
નગરશેઠ હેમાભાઈનું જીવન પરમાર્થી અને પૂર્ણ ધર્મપ્રેમી હતું. તેઓ દાનવીર અને પરમસેવાભાવી હતા. તેમણે હેમાવસી બધાવ્યા ઉપરાંત ગિરિરાજની નીચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com