SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૮૩ : શ્રી શત્રુંજય ૪. ધમનાથજીનું મંદિર -મોતીશા શેઠના દિવાન અમરચંદ દિવાને આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં મળનાયકની ભીતે માણેક રતનના બે સાથીયા જડેલા છે. ૫. ચામુખનું દેહ–મતીશા શેઠના મામા શેઠ પ્રતાપમહલ જોઈતારામે આ મદિર બંધાવ્યું છે. ૬. ચામુખનું દહેજ–-ધોલેરાવાળા શેઠ વીરચંદભાઈએ આ મંદિર બંધાવ્યું છે. ૭. રાષભદેવનું મંદિર--વાવાળા પારેખ કીકાભાઈ વજેચંદે આ મંદિર બંધાવ્યું છે. ૮. ચૌમુખજીનું દેહ-માંગરોળવાળા નાનજી ચીનાઈએ બંધાવ્યું છે. ૯ શ્રી પ્રભુનું દેહરું--અમદાવાદવાળા ગુલાલને આ મંદિર બંધાવ્યું છે. ૧૦. , , પાટણવાળા શેઠ પ્રેમચંદે બંધાવ્યું છે. ૧૧. પાર્શ્વનાથજીનું દહે-સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈએ બંધાવ્યું છે. ૧૨. ગણધર પગલાંનું દેહરુ સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદે બંધાવ્યું છે. ૧૩ સહસ્ત્રકૂટનું દેહ--મુબઈવાળા શેઠ જેઠાભાઈ નવલાશાહે આ મદિર બંધાવ્યું છે. ૧૪. શ્રી પ્રભુનું દેહ–આ મંદિર કરમચંદ પ્રેમચરે બંધાવ્યું છે. તેઓ દિવાન અમરચંદજી દમણના કાકા થતાં હતા. ૧૫. શ્રી પ્રભુજીનું દેહ––ખંભાતવાળા પારેખ સ્વરૂપહેમચદે આ મંદિર બંધાવ્યું ૧૬ શ્રી પ્રભુજીનું દેરાસર-પાટણવાળા શેઠ જેચંદભાઈ પારેખે આ મંદિર બંધાવ્યું. આ રીતે આ ટુંકમાં કુલ ૧૬ મોટા મંદિરે ગોળ રાઉન્ડમાં આવેલા છે. તેની ફરતી ૧૨૩ દેરીઓ છે. આથી આખી ટુંક બહુ જ મનોહર અને દર્શનીય લાગે છે. આ ટુંકમાં વચલી બારીમાં નાકે એક ગોખલામાં તપાગચ્છાધિરાજ મહાપ્રતાપી ૧. જેમણે અમદાવાદમાં હઠીભાઈની વાડીનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું છે તેમજ ત્યાં પણ મુલનાયક શ્રી ધર્મનાથ પ્રભુજી છે. આ મંદિરમાં સુંદર કારણ અને ઉત્તમ શિલ્પ છે. અમદાવાદમાં આ એક બહુ જ દર્શનીય અને પ્રસિદ્ધ મંદિર ગણાય છે. આ સિવાય તેમણે ઘણાંયે જીનમંદિર અને ધર્મશાળાઓ બંધાવી છે. ૨. આ શેઠજીએ ગિરિરાજ નીચે જતાં તલાટીમાં ડાબી બાજુને મંડપ બંધાવ્યો છે. ૩. તેમણે મુંબઈમાં પાયધુની પર સુપ્રસિદ્ધ ગોડીજીની ચાલી અને ગેડીજીનું મંદિર બંધાવવામાં ઘણો જ સારો સહયોગ આપ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy