________________
ઇતિહાસ ]
: ૧ :
[ શ્રી શત્રુંજય સાધનાથી ભરપૂર રથયાત્રા નીકળે છે. આવી રથયાત્રા કઢાવનારેરૂ. ૨૫૫ નકરાના શેઠ આણંદજી કલ્યાણજીને ભરવા પડે છે.
આ ચાકમાં પૂજા પણ ભણાવવામાં આવે છે. પ્રથમ તેા ફક્ત એક સ્નાત્ર જ હમેશાં ભણાતું હતું, જ્યારે પૂજા તે કઈક જ દિવસે ભણાતી હતી; પરંતુ આશરે એકાદ દાયકાથી દાદાના દરબારમાં યાત્રાના સમયે આઠ માસ પર્યંત (ચામાસામાં યાત્રા બંધની મર્યાદા છે) રાગરાગણીના લલકારથી હારર્મોનીયમ વગેરે સાધના સાથે વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવે છે. પૂજાના નકરા રૂા. પા આપવા પડે છે તથા પ્રભુજીને સેાનાના સમવસરણમાં પધરાવવાની ભાવના હાય તે। એ રૂપિયા નકરા વધારે આપવા પડે છે.
આ ચેાકમાં આરસ પથરાવવાનુ પહેલવહેલુ કામ ધુલીયાનિવાસી તપાગચ્છીય શેઠ સખારામ "દુર્લભદાસે કરાવેલુ છે. તેના ઉપર છાંયડા સારુ લેાખડની છત્રી ખભાતવાળા શેઠ પોપટભાઇ અમરચ ંદે કરાવી છે. સદરહું છત્રી પવનના વાવાઝેડાના તેાફાનથી તૂટી જવાથી હાલ તે જગ્યાએ તદ્ન લેાખંડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુ ંદર છત્રી મનાવવામાં આવી છે.
ત્યારબાદ આ રતનપાળની કુલ ભમતીમાં તેમજ દહેરાઓમાં એટલે કે દાદાની આખી ટુંકમાં આરસ આરસ જ દેખાય છે. તે કામ તીથ જીર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચંદ સુરચંદ મારફત સુંદર શૈાભાવાળું થવા પામ્યું છે. નાના ઉધ્ધારવાળાની ટીપમાં ઉક્ત શેઠનુ નામ ગણવામાં આવે તા કંઇ ખાટું નથી.
શ્રી પુંડરીકસ્વામીનુ' મંદિર
મૂલનાયક તીર્થં પતિની સામે જ—ચાક વટાવીને શ્રી પુંડરીકસ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી ઋષભદેવ પ્રભુજીના તેઓ મુખ્ય ગણધર હેાવાથી તેમનું સ્થાન અહીં સ્થાપ્યું છે. આનું જ અનુકરણ ઞીજી ટુકામાં પણ જોવાય છે.
સ. ૧૫૮૭ વૈશાખ વદ ૬ ના દિવસે શેઠ કર્માશાએ જીર્ણોદ્ધાર કરાવ્યે ત્યારે અહીં પણ મૂર્તિ બિરાજમાન કરેલ હતી. ગભારામાં ૬૩ પ્રતિમાઓ છે.
* શ્રી મૂલનાયકજી તથા શ્રી પુંડરીકસ્વામીજીની સ્થાપના-પ્રતિષ્ટા વખતના કમાશાના લેખે। ગાદીમાં વિદ્યમાન છે, તેથી બન્ને લેખા અહીં નીચે આપવામાં આવે છે.
અત્યારે તે। મહાપ્રભાવિક આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુજય માહાત્મ્ય વિદ્યમાન છે.
|| ૐ || સઁશ્ર્વત (૨) ૧૮૭ વર્ષે ૪૨ પ્રવર્તમાને [ વૈરા ]લયક્િ || વૌ। શ્રીચિત્રટવાય શ્રીયોલય[ S ] ज्ञातीय वृद्धशाखायां दो०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com