________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને કેસર ઘસવાની જગ્યા છે તથા એરસીયા પાસે ભંડાર છે. તેમાં જાત્રાળુઓ કેસર સુખડ વગેરેના નકરાનું નાણું નાંખે છે.
૭૭. દિગમ્બરનું દહેરૂં ૧. આ દહેરૂં ગઢને લગતું આવેલું છે. આત્મીય લાભ તથા ઘણા ને ઊપકારનું કારણ જાણીને શ્રી શ્વેતાંબર સંઘે દિગંબરી લેકેને એકજ દેહે બંધાવવાને જગ્યા આપી હોવાથી થોડા દાયકા (દશકા)થી તેઓએ આ દહેરૂં બંધાવેલું છે.
મોટી કંક-દાદાજીની ટુંકના વિમળવશી-વિભાગમાં ઉપર દહેરાએ દહેરીઓ વગેરે છે.
તદુપરાંત શ્રીચક્રેશ્વરી માતાના દહેરાના પગથિયા સામે તીર્થાધિષ્ઠાયક કપદીયક્ષની દહેરી લે છે. તેમાં યક્ષરાજની સિંદુરવણ્ય ભવ્ય મુતિ શ્રદ્ધાન્વિત યાત્રાળુઓના મનવાંછિત પૂરે છે, દુઃખદારિદ્રથ દૂર કરે છે.
આ દહેરી ભીંતમાં હોવાથી ઘણા લેકેના અજાણપણામાં હતી તે છેડાજ વરસથી ભાવનગરવાળા શેડ અમરચંદ જસરાજ વોરાએ સૌના જાણવામાં આવે તેવી બનાવી છે. એક ઘુમટ બનાવ્યો છે. બારણાની જાળીના જોડે છત્રી કાઢેલી છે. આથી સંખ્યાબંધ જાત્રાળુ યક્ષરાજને જુહારે છે.
હાથીપળની નજીક એક આરસની સુંદર નકશીદાર દહેરીમાં શ્રી શત્રુંજય માહાસ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય શ્રીધનેશ્વસૂરિજીની મુતિતેઓને પગે લાગતા બે શિષ્યોની મુતિ સાથેની છેડા વરસથી સ્થાપના કરેલી છે. - કુમારપાલ ભૂપાલના દેરાસરના કિલ્લાને તથા હાથીપળના નાકે એક લાંબી ગલી આવે છે તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે.
એક વિશાળ અને શરીરને ઠંડક આપનાર છત્રીવાળા વિસામા પાસે સૂર્યકુંડ નામે એક કુંડ છે. તેની જોડે ભીમકુંડ નામે એક વિશાલ કુંડ છે. તે પાણીથી ચીકાર ભરાયેલે તથા જતાં ચક્કર આવે એવે છે. કિલ્લાની રાંગે ત્રીજો કુંડ ભીમકુંડ અગર ઈશ્વરકુંડ નામે કુંડ છે.
તે ગઢની બહારના કાંઠેના એક ખૂણા પર એક દહેરી પગલાંની છે.
સૂર્યકુંડ અને ભીમકુંડની વચગાળે એક દહેરી બંધાવીને, આપણે પૂજારીઓ જેઓ શિવપંથના છે તેઓની સગવડ સાચવવામાં જૈનાનાં બુદ્ધિ, ઔદાર્ય, ગૌરવ સ્પષ્ટ થાય છે કે જે જગભરમાં સુપ્રસિદ્ધ છે.
ત્યારબાદ કુમારપાલ રાજા (જેઓ માટે આ દેહરો પ્રચલિત છે કે-“પાંચ કેડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, કુમારપાલ રાજા થયા, વત્યે જય જયકાર)ના દહેરાના ઉગમણા ભાગની પછવાડે એક પાણીનું ટાંકું વિશાલ જગ્યાથી બાંધેલું છે. તે ટાંકું અસલ સૂર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com