________________
સવિશેષ ચર્ચા બીજા પ્રકરણ માટે અનામત રાખી, લેખક પ્રથમ પ્રકરણ પ્રારંભે છે; અને તેમાં પ્રથમ ગુજરાતી વિભાગ એ શીર્ષક તળે ગુજરાતીમાં જૈન સાહિત્યે આપેલ ફાળાનું સવિસ્તર દર્શન કરાવે છે. અત્રે ગુજરાતીમાં લેખનને પ્રારંભ સોળમી સદીમાં થયેલા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાથી થયે એવી “પ્રચલિત માનીનતાને આંચકો આપતાં સદ્. સાક્ષરશ્રીએ હકીકતો અને આંકડાથી (facts & figures) દર્શાવી આપ્યું છે કે–શ્રી નરસિંહ મહેતા પૂર્વે પણ વિ. સં. ૧૪૦૦ થી ૧૫૭૦ સુધીમાં રચાયેલા લગભગ ૪૫ રાસે છે. દા. ત. “વિ. સં. ૧૪૧૨માં શ્રી ઉદયવંત (વિજયભદ્ર) નામના જૈન આચાર્યે ગૌતમ સ્વામી રાસ રચ્યો છે. તે જ અરસામાં હંસ-વચ્છ રાસ, શીલ રાસ, મયણરેહા રાસ, આરાધના રાસ, શાંતરસ રાસ આદિ રચાયા છે. ઈત્યાદિ સવિસ્તર જણાવી લેખકે પોતે મહાપરિશ્રમે તયાર કરેલી લગભગ ૩૦૦ જન રાસેની યાદી પ્રસ્તુત લેખના પ્રાંતે પરિશિષ્ટરૂપે ટાંકી છે એ ઉલ્લેખ કર્યો છે. ઉત્તમ કવિત્વસંપન્ન આ રસમય રાસસાહિત્ય ઉપરાંત
ચરિત્રો, આખ્યાયિકાઓ, ચતુષ્પાદિકા, ઢાળ, આધ્યાત્મિકઔપદેશિક સજ્જા (સ્વાધ્યાય), ભક્તિનાં પદે, સ્તવને વગેરે પણ કવિતારૂપે ઘણું છે,–જેના સાહિત્યગુણનું યથોચિત મૂલ્યાંકન કરવાનું “મધ્યસ્થ સાહિત્યવેત્તાઓને લેખકે ભાવવાહી આર્ણન કર્યું છે; અને આમ રાસસાહિત્ય આદિનું રસમય દર્શન કરાવી, તેની વિવિધ ઉપયોગિતા વિવરી દેખાડી, ‘જનહિત તથા સધર્મસેવા” એ તેના ઈષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com