________________
વ્યાકરણની ઉપયોગિતા પ્રત્યેક ભાષામાં રહેલા ચાર ભેદ ૬૩ ભાષાઓની પેઠે પોતપોતાના શબ્દાનુશાસન (વ્યાકરણ)ના શાસનમાં સુરક્ષિત રહી કોઈ ભાષા ચિરકાલ ચાલી આવે, તેને આ તર્કથી વિરોધ નથી. આ જેમ બેલીની વાત થઈ તેમ આપણે સાહિત્યની ભાષા જોઈએ. દૂર જવાની જરૂર નથી; ઈ. સ. ૧૮૬૦ માં લખાયેલ ગ્રંથે, ઈ. સ. ૧૮૭૩નું નર્મગદ્ય, ત્યાર પછી રા. નવલરામભાઈની ગ્રન્થાવલી, ત્યાર પછી ૧૮૮૭ નું શ્રી ગોવર્ધનરામભાઈનું સરસ્વતીચંદ્ર-આ આદિ જોઈએ, તે તેમાં પણ ભાષાની વિલક્ષણતા, પ્રતીત થશે. ભાષાને નિયમમાં રાખનાર વ્યાકરણની અપેક્ષા રાખ્યા વિના જે આ વિલક્ષણતા વૃદ્ધિ પામતી જાય, તે કાલાંતરે તે ભાષા અવશ્ય અપભ્રંશ પામવી જોઈએ; પણ ભાષા ઉપર રાજ્ય ચલાવનાર વ્યાકરણના નિયમને અનુસરી દેશાંતરે કે કાળાંતરે પણ કઈ કૃતિ તે ભાષામાં થાય, અને તેમાં શૈલી આદિ પરત્વે ગમે તેવી વિલક્ષણતા દેખાય, તે પણ ભાષા અપભ્રંશ પામવાને ભય નથી. દરેક ભાષામાં ચાર ભેદ સાથેના સાથે રહેશેઃ (૧) એ ભાષાનું પ્રાકૃત અર્થાત વ્યાકરણાદિના સંસ્કાર વિનાનું સ્વરૂપ (૨) સંસ્કૃત અર્થાત વ્યાકરણાદિના સંસ્કારવાળું સ્વરૂપ (૩) સમસંસ્કૃત સ્વરૂપ અને (૪) અપભ્રંશ સ્વરૂપ, અર્થાત દેશભેદે, કાળભેદે એ ભાષાનું થતું જતું પ્રકટ-અપ્રકટ (perceptible or imperceptible) વિકરણ, વિલક્ષણપણું જ્યાં સુધી આ વિલક્ષણપણું કે વિકરણ ભાષાના વ્યાકરણની આજ્ઞામર્યાદામાં રહી થશે, ત્યાં સુધી આ અપભ્રંશ વ્યક્ત નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com