________________
પ
એ ચર્ચાની પ્રથમ દાર્શનિક કૃત્રિમતા તેમ જ જનેતરને, ભલે પછી જેને પ્રમાણમાં વધારે હોય, છે, ત્યારે એ પ્રાકૃતમાં વ્યવહરનારા જેનો તેમજ જૈનેતર બંને થયા; એ પ્રાકૃત સામાજિક ભાષા થઈ, અને એ પ્રાકૃતમાંથી જે ગુજરાતી ઉદ્ભવી હોય, તો ગુજરાતીને જન્મ એકાંત જેનેને આંગણેથી થયે છે, અથવા થયો એ સંભવ છે, એ દલીલ નકામી થશે અને રા. “મન”ને ચુકાદ પણ એકતરફી ગણાશે. આ પ્રથમદર્શનિક કૃત્રિમતા છે. એમ કહેવામાં આવે કે એકાંત જિનેથી ગુજરાતીને જન્મ થયે છે, અથવા થયો એ સંભવ છે, એમ અમે કયાં કહિયે છિયે? અમે તો કહિયે છિયે, કે ગુજરાતીના જન્મમાં જેનોએ વિશેષ હિસે આપ્યું છે, તે કાંઈ વાંધો નથી. પ્રશ્નનું મૂળ સ્વરૂપ આવું લેવામાં આવે, તે કૃત્રિમતા (absurdity) નહિ આવે. જૈનેનું એ વિશેષપણું એમાં પણ પુરવાર કરવું પડશે; તથાપિ એ પુરવાર કરવા માટે બહુ ફાંફાં મારવાં નહિ પડે; અથવા ચાલુ પ્રશ્ન સિદ્ધ કરવા થાટે જેમ તુટતી દલીલોને અવલંબવું પડ્યું છે, તેમ ડગુડગુ થતા ટેકાને આધાર લે નહિ પડે. પૂર્વ જૈન લેખકનું ભાષા અંગે કથનઃ અપભ્રંશ એટલે શું ? અપભ્રંશના કારણે, દૃષ્ટાંત
રા. મનસુખભાઈ તથા રા. “મનુ એ જે ત્રુટતી દલીલ લીધી છે, તેને પૂર્વાપર વિરોધ બતાવિયે, તે પહેલાં આ પ્રશ્ન અંગે ખૂદ જૈન પૂર્વ લેખકનું કાંઈ કહેવું હોય તે જોઈએ. જૈન લેખકોએ કેઈએ આ પ્રશ્ન નથી ઉઠાવ્ય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com