SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયે છે? પ૭ ચર્ચાના ઉત્પાદક – આ પ્રશ્નના ઉત્પાદક રા. ર. મનઃસુખભાઈ રર્વજીભાઈ મહેતા છે. તેઓએ સંપાદિત કરેલ “રાયચંદ્ર જૈન કાવ્યમાળા પ્રથમ ગુચ્છક,”—ની પ્રસ્તાવનામાં આ પ્રશ્ન અંગે “” “તે,” અર્થાત્ “જો આમ હોય તે આમ થાય, ઇત્યાદિ પ્રકારે અનેક વિકલ્પ ઉઠાવ્યા છે. આ પ્રશ્ન તથા આ વિકપિને રા. “મનુ નામધારી “મુંબઈ સમાચારના કેઈ લેખકે હાથ ધરી તેની લંબાણભરી ચર્ચા ચલાવવા માંડી છે. આ ચર્ચાનું સાધ્ય, “ગુજરાતી ભાષાને જન્મ જનેથી થયો છે, અથવા થયો એ સંભવ છે? એ બતાવવા રૂપ છે. અમે પ્રારંભમાં જણાવ્યું છે, કે આ પ્રશ્ન કૃત્રિમ છે; અને કૃત્રિમ પ્રશ્નનું સાધ્ય સિદ્ધ થઈ શકે નહિ. છતાં જ્યારે એ સાધ્યસિદ્ધિહેતુક લાંબી ચર્ચા ઉપસ્થિત થઈ છે, ત્યારે તેની કૃત્રિમતા પણ તેના પૂર્વાપર સંબંધની પર્યાચનાપૂર્વક આપણે પ્રગટ કરશું. એ બધા વિકલ્પની નેંધ અત્રે લેવી અપ્રસ્તુત છે; વળી આપણને એટલે અવકાશ પણ નથી. એ ચર્ચા માંને એક જ વિકલ્પ આપણે તપાસિયે; આપણને પ્રથમ દર્શને જ (Prima facie) એની કૃત્રિમતા જણાશે. તે વિકલ્પ આ છે – વિક૯૫– જૈને માથે જે પ્રાકૃત ભાષાનું પાલન કરવાનું આવી “પડયું હતું તે પ્રાકૃત ભાષા કઈ? જે પ્રાકૃત ભાષા “ઉપરથી ગુજરાતી ભાષા થઈ છે, તે પ્રાકૃત ભાષા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy