SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય પ્રકરણ બીજું. ભાષા વિવેક, (પ્ર૦-મનસુખલાલ કીરચંદ મહેતા-મોરબી). ગુજરાતી ભાષા અંગે મુંબઈ સમાચારની ચર્ચા | ગુજરાતી ભાષાને જન્મ જૈનેથી થયો છે, અથવા તેનાથી થયો હે સંભવે છે? એ પ્રશ્નને કૃત્રિમ ગણી એની અમે આ વિષયના પહેલા પ્રકરણના પ્રારંભમાં ઉપેક્ષા કરી છે. અમને લાગે છે, કે આ પ્રશ્ન કેવળ અસ્વાભાવિક (absurd) છે. ભાષાનો જન્મ ભાષાના વ્યવહરનારાથી છે; ભાષાના વ્યવહરનારા જેને હોય અને બીજા પણ હોય. એટલે આ બંને પક્ષમાંથી કેઇ એ અકુદરતી દાવ ન કરી શકે, કે આ ભાષાને જન્મ અમારા જ આંગણેથી થયો. બંને પક્ષ એમ કહી શકે, કે અમે આ ભાષાનાં અવતરણ-વિકાસ આદિને આ પ્રકારે ઓછું - વધતું પોષણ આપ્યું; અને એ ચર્ચા વાસ્તવિક પણ ગણાય. વસ્તુતઃ વાત આમ છે, છતાં જ્યારે આ પ્રશ્નની લંબાણભરી ચર્ચા જાહેર છાપામાં ચાલી રહી છે, ત્યારે સાહિત્યના એક મુખ્ય અંગભૂત આ ભાષાવિષયક ચર્ચાને ઊહાપોહ કરે ઉપયુક્ત થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy