________________
૫૦
જૈન સાહિત્ય
પક્ષના સાધુઓએ જુદી જુદી વિસ્તારપૂર્વક વૃત્તિઓ (ટીકાઓ) જુદે જુદે વખતે લખી છે, જેના હસ્તલેખે એ બન્ને સંપ્રદાયના ભંડારમાં વિદ્યમાન છે.
બુદ્ધિસાગર” વ્યાકરણ બુદ્ધિસાગરસૂરિએ વિ. સં. અગ્યારમા સિકામાં, માઘના શિશુપાલવધ લખાયાની પૂર્વે, ૭૦૦૦ કપૂર લખ્યું છે.
સિદ્ધહેમ વ્યાકરણુ–ગુર્જરભૂપાળ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી શ્રી હેમચંદ્રાચાર્યો આ વ્યાકરણ લખ્યું છે. તેનાં મૂળ ૧૧૦૦ કપૂર સૂત્ર છે, તે મુંબઈની R. A. Society ની લાયબ્રેરીમાં છે, આ મૂળ સૂપર એક લાખ
કપૂર વૃત્તિ પિતે જ રચી હતી, તેમાંની ૮૪૦૦૦
કપૂર બૃહદ્ વૃત્તિ ખંડ ખંડ જુદે જુદે સ્થળેથી મળી શકે છે. આ સમગ્ર ગ્રન્થ કેઈ ભંડારમાં નથી. પૂર્વ મહાપુરુષો અખંડ પુરુષાર્થ દાખવી ગયા; પણ તેઓની કૃતિઓ પણ કાળચકના સપાટામાં, દેશ પરના જુદા જુદા વિપ્લવેમાં તણાઈ ગઈ! વિચ્છેદ ગઈ ! આ સિદ્ધહેમ વ્યાકરણ સાંભળી કેઈએ ઉદ્ગાર કાઢે છે કે –
"भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातंत्रकथा वृथा, “माकार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् । "क्व कंठाभरणादिभिर्बठरत्यात्मानमन्यरपि, “તે ચરિ તાર્થમપુરા શ્રીમોયદ ”,
અર્થાત્–હે ભાઈ! આ મધુર અર્થવાળી શ્રી હેમચંદ્રની ઊક્તિ સાંભળી છે, તે હવે તે મને પાણિનિની ઉક્તિ પ્રલાપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com