________________
જૈન સાહિત્ય
હમણાંજ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી બહાર પડી છે. એમાં કૉન્ફરન્સની શરૂઆતથી અત્યાર સુધીમાં શોધાયેલા ચાર-પાંચ ભંડારેમાંના જન ગ્રન્થની યાદી છાપી છે. એ યાદી માત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થની છે. એમાં વિષયવાર વર્ગ કર્યા છે;–e, g.(૧) આગમસૂત્રે, ટીકા આદિ સાથે. (૨) વાય. (૩) વાદસ્થળ. (૪) પ્રક્રિયા. (૫) ઉપદેશ. (૬) તત્વજ્ઞાન. (૭) ચરિત્ર. (૮) કથાઓ. (૯) કાવ્ય. (૧૦) વ્યાકરણ. (૧૧) અલંકાર (૧૨) વિજ્ઞાન. ઈત્યાદિ. અને પ્રત્યેક ગ્રન્થ અંગે તેનું નામ, તેની પત્ર કે ક સંધ્યા, તેના કર્તાનું નામ, તે રચાયાની વિ. સં. મિતિ, અને તે હસ્તલેખ ક્યાં છે? તે તથા જરૂરગ્ય ફુટનેટ. લગભગ પાંચસો પાનાની આ ફેરીસ્ત છે. અઢી હજાર વરસ પુર્વે થી અઢારમી સદી સુધીમાં રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોની આમાં નેધ છે, છતાં એ નોંધ અપૂર્ણ છે. જુદા જુદા બધા ભંડારે શોધી શકાય, તે બીજા ઘણાં ગ્રન્થ પ્રકાશમાં આવવાનો સંભવ છે. જેસલમેર, પાટણ, અમદાવાદના બે ભંડાર, લીંબડી અને ખંભાતના શા. નગીનદાસના ભંડારોમાંના ગ્રન્થનું આ લીસ્ટ મોટે ભાગે છે. આ સિવાય અમદાવાદમાં બીજા ભંડાર છે, તે વગેરે જે શેધવામાં આવશે, તે બીજા પ્રત્યે પણ પ્રકાશમાં આવવા સંભવ છે. મારવાડમાં મેડતા, જોધપુર આદિ સ્થળોએ પણ જબરે સમૂહ પુસ્તકોને છે. ઠેઠ કાશ્મીરમાં જામ્મમાં પ્રાચીન પુસ્તકને ભવ્ય ભંડાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com