________________
જૈન સાહિત્ય (b) આચાર પ્રદીપ:–
આ ગ્રંથ પણ શ્રી રત્નશેખરસૂરિએ વિ સં. ૧૫૧૬ માં ૪૦૦૦ શ્લેકપૂર વચ્ચે છે; સંસ્કૃતમાં છે, મૂળ તથા ભાષાંતર બંને પ્રસિદ્ધ થયાં છે. ભાષાંતર (ઘણું કરી) શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે કર્યું છે. (c) આચાર દિનકર –
મૂળ ૧૨૫૦૦ શ્લેકપૂર આ સંસ્કૃત ગ્રન્થ વિ. સં. ચૌદમી સદીમાં શ્રી જયાનંદ સૂરિના શિષ્ય વદ્ધમાનસૂરિએ રચેલો છે. આમાં ગૃહસ્થોના આચાર ધર્મનું વિગતે વર્ણન છે. જેમાં હિંદુ ધર્મમાં (બ્રાહ્મણેમાં) જન્મથી માંડી મરણ પર્વતના ગર્ભ, સીમંત, જન્મ, અન્નપ્રાશન, ઉપવીત, વિવાહ આદિ સંસ્કરણ વિધિ છે, તેમ જનેમાં પણ તેવા સોળ સંસ્કાર છે. જેનું વિધિઅનુષ્ઠાનપૂર્વક વિગતે વર્ણન આ ગ્રન્થમાં છે. આ ગ્રન્થને આ વિભાગ શ્રીમદ્ આત્મારામજીએ વિ.સ. ૧૯૫૨માં રચેલા “જૈન તત્વ નિર્ણય પ્રાસાદ”માં ભાષાંતરરૂપે ઉદ્ધા છે. •
ઈત્યાદિ.
અત્રે ગુજરાતી વિભાગ ઉપસંહાર પામે છે. સાહિત્યના જુદા જુદા અંગભૂત વિષય ગણ, તે તે વિષયને લગતા સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રન્થ, જે ભાષાંતરરૂપે ગુજરાતીમાં અવતરણ પામેલા છે, તેની સવિસ્તર છતાં ટુંક
અને અપૂર્ણ નેંધ અત્રે લીધી છે. સાહિત્યના આ જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com