________________
21/841: Rituals (e) ધર્મરત્ન પ્રકરણ –
આ મૂળ પ્રાકૃત ૧૮૧ ગાથાને ગળ્યે, શ્રી શાંતિ સૂરિએ વિ.સં. બારમી સદીમાં લખ્યો છે તેના પર ૧૦૦૦૦ લેકપૂર ટીકા શ્રી દેવેંદ્રસૂરિએ વિ. સં. તેરમી સદીમાં લખી છે. આમાં ન્યાયવિભવ (Honest Earnings) એ ધર્મમાર્ગનું પહેલું પગલું છે, એવા માર્ગોનુસારીના ગુણ, દ્રવ્ય (formal) તથા ભાવ (real) શ્રાવકના ગુણ, દ્રવ્યસાધુ તથા ભાવસાધુના ગુણ એ વગેરેનું દષ્ટાંત સાથે વર્ણન છે. પાલીતાણા જૈન વિદ્યાપ્રસારક વર્ગ તરફથી આનું ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.
ઈત્યાદિ.
(૧૨) પ્રકિયા –Rituals. (a) શ્રાદ્ધવિધિ અથવા વિધિકૌમુદી વૃત્તિ –
આ મૂળ ગ્રન્થ માત્ર ૧૭ ગાથાને પ્રાકૃતમાં છે. તેનાપર વિધિકૌમુદી નામની ટીકા શ્રી રત્નશેખરસૂરિએ વિ સં. ૧૫૦૬માં ૬૭૬૧ શ્લેકપૂર રચી છે. આમાં ગૃહસ્થના આચાર, તેઓની દિવસસંબંધી, રાત્રિસબંધી, પર્વ સબંધી જન્મથી માંડી મરણપર્યત સંબંધી શું અને કેવી ચર્ચા હોવી જોઈએ, તે તથા પોતપોતાના ધર્મમાં રહી આવશ્યકષક્રિયા (કર્મ) કેવી રીતે કરવાં જોઈએ, તેને તથા શુદ્ધ વ્યવહાર ધર્મને ઝીણે બેધ છે. આનું ભાષાંતર “જૈન” પત્ર તરફથી તેમજ બીજા બે સ્થળેથી પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com