________________
જૈન સાહિત્ય છે; પછી શ્રાવગ્ય વ્રતવિશેષાદિ વિશેષ ધર્મ, યતિધર્મ એ વગેરેનું નિરૂપણ છે. શાસ્ત્રી રામચંદ્ર નાનાથે કરેલું આનું ભાષાંતર મુદ્રિત થયું છે. (b) પુરુષાર્થસિદ્ધિઉપાય અથવા જિનપ્રવચનરહસ્યષ–
આ મૂળ સંસ્કૃત પદ્યરૂપ ૩૨ શ્લોકને ગ્રથ શ્રી અમૃતચંદ્રસૂરિએ વિ. સં. દશમા સિકામાં રચ્યું છે. એમાં નિશ્ચયપૂર્વક વ્યવહારધર્મનું, પુરુષ એટલે શું? પુરુષને અર્થ એટલે શું? એની સિદ્ધિ એટલે શું? અને એ પુરુષાર્થસિદ્ધિ કેમ થાય? એ આદિનું જૈનધર્મસ્વરૂપાનુસાર ઝીણી રીતે નિરૂપણ કર્યું છે. અનુવાદિત આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે. આ ગ્રંથ દિગંબર આમ્નાય છે. (c) શ્રાવક પ્રજ્ઞપ્તિ --
આ મૂળ સંસ્કૃત ગ્રંથ વિન્સ. પૂર્વે બીજા સૈકામાં થયેલા શ્રી ઉમાસ્વાતિ વાચક,-(૩) વિભાગના (2) તવાર્થાધિગમના કર્તા–એમણે રચ્યું છે. આ મૂળનું ભાષાંતર મુદ્રિત થયું છે. (d) પ્રશમરતિ –
આ ગંથ પણ (C)ના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચકને છે. મૂળ સંસ્કૃત ૩૧૩ શ્લેક છે. તે પર વિ. સં. ૧૧૮૫ માં બીજા હરિભદ્રસૂરિએ વિવરણ લખ્યું છે. Bengal Branch of the R. A. Society તરફથી આ ગંથ મુદ્રિત થયે છે ગુજરાતી ભાષાંતર પણ મૂળનું પ્રસિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com