________________
૩૮
જૈન સાહિત્ય
(c) ઉપદેશમાળા:
આ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૫૪૪ ગાથાને છે; શ્રી ધર્મદાસગણુએ રચ્યો છે. પ્રચલિત માનીનતા એવી છે, કે એ કર્તા પણ (a)ના કર્તાની પેઠે શ્રી વીરભગવાનના હસ્તદીક્ષિત શિષ્ય હતા. પણ મૂળ ગ્રન્થમાં સૂચિત થતે ઐતિહાસિક ભાગ (Historical allusions) જોતાં એ માનીનતા અમને અસંમજસ લાગે છે, અને એથી એમ અનુમાનાય છે, કે વિ. સં. બીજા સિકા પછી આ કર્તા થયા. આમાં ગૃહસ્થ તથા સાધુગ્ય વિવિધ આત્મહિતકર બેધ છે. આ ગ્રન્થ ઉપર વિ૦ નં૦ નવમા સૈકાથી માંડી અઢારમાં સૈકા સુધીમાંના જુદા જુદા સાધુ–આચાર્યોએ રચેલ જુદી જુદી વૃત્તિ-ટીકા આદિ ચૌદ ગ્રંથો જુદા જુદા ભંડારેમાં હસ્તલેખરૂપે મળી આવે છે. એક તે શતા એટલે એક ગાથાના હૈ અર્થ એવી છે. આ મૂળનું ભાષાંતર થયું છે; અને વિ. સં. ૧૭૨૦ માં શ્રી રામવિજયગણીએ કરેલી ૭૬૦૦ શ્લેકપૂર સંસ્કૃત ટીકા સાથે આ ગ્રંથનું ભાષાંતર ભાવનગર જૈ ધ પ્રસારક સભા તરફથી છપાય છે.
* આ ઉપદેશમાલાના કસ્તી ધર્મદાસગર્ણના સમય પરત્વે એતિહાસિક દષ્ટિએ સર્દશ્રી મનસુખભાઈએ પ્રખર ચિંતનમય સંશેધનાત્મક અભ્યાસપૂર્ણ લેખમાળા લખેલ, તે તત્કાલીન “જૈનધર્મ પ્રકાશ' માસિકમાં છપાયેલ હતી; આ લેખમાળાએ તસમયે વિદ્વાનેમાં ઘણો ઉહાપોહ અને રસ જગાડેલ,
–ભગવાનદાસ મનસુખભાઇ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com