________________
૩૩
નીતિ : નાટકે (૭) નીતિ–Rules of Society, Court &c. or
Social Ethics. (a) અહસ્ત્રીતિઃ
હિંદુ ધર્મમાં મિતાક્ષરા, મનુસ્મૃતિ આદિનાં સૂત્રો છે, તેવાં નીતિનાં સૂત્રોરૂપ આ ગ્રંથ સંસ્કૃત કાવ્યરૂપે ૧૪૦૦ શ્લેકપૂર શ્રીમદ્ હેમચંદ્રસૂરિએ વિ. સં. બારમા સૈકામાં લખે કહેવાય છે. તેનું ભાષાંતર ૫૦ હીરાલાલ હંસરાજે કરેલું, તેમજ મી. મણિલાલ નભુભાઈ દોશી બી. એ., એમણે કરેલું બંને પ્રસિદ્ધ થયાં છે. આમાં ૨૪ પ્રકરણ છે, અને એ દરેક એકેક તીર્થકરની તેમ ચેવિશે વિશ તીર્થકરની સ્તુતિરૂપે છે, આમ આ સ્તુતિરૂપ ગ્રંથમાં આશ્ચર્યકારક રીતે ઉક્ત નીતિ દાખવી છે. (b) બુદ્ધિસાગર
આ ગ્રંથ (a) જે નથી; તથાપિ એમાં સાર્વજનિક ઉપયોગી ધર્મ, સામાન્ય નીતિ, ગૃહ, રાજ્ય, વ્યવહાર આદિનાં સૂત્રો છે. એ મૂળ સંસ્કૃતમાં ૪૦૦ શ્લોકપૂર છે. વિ. સં. ૧૫૨૦ માં માંડવગઢ (મંડપદુર્ગ) ના નવાબ મુજફરખાના ખજાનચી સંગ્રામસિંહ ની, જેણે ૩૬૦૦૦ સુવર્ણ મહેર ખર્ચ શ્રી ભગવતી સૂત્રની પ્રત લખાવી હતી, તેણે રચે છે. આનું ગુજરાતી ભાષાંતર કૅ મણિભાઈએ કરેલું પ્રસિદ્ધ થયું છે.
ઇત્યાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com