________________
=
અધ્યાત્મ એગ ગ્રંથ ૧૨૦૦ શ્લોકપૂર છે, એની ટીકા ૧૨૦૦૦ શ્લેકપુર છે; પણ એ બધાનું ભાષાંતર નથી થયું. ' (h; યોગદષ્ટિ સમુચ્ચયઃ
આ મૂળ સંસ્કૃત પદ્યરૂપ ગ્રંથ ૨૩૩ લોકપૂર શ્રીહરિભદ્રસૂરિએ વિ. સં. છઠ્ઠા શતકમાં લખ્યો છે. પિતે આત્મગુણની કેટલી હદે પહોંચ્યો છે, અમુક દશા-હદ યોગ્ય શું શું બાહ્ય–અંતર લક્ષણે હોવાં જોઈએ એ વગેરે તત્વજિજ્ઞાસુ આ ગ્રંથથી સમજી શકે એમ છે; અર્થાત એ એક Thermometer રૂપ ગ્રંથ છે. એમાં મિત્રા-તારા આદિ યોગની આઠ દષ્ટિનાં સ્વરૂપ, તથા દરેક દષ્ટિમાં વર્તતા જીવનમાં શું શું લક્ષણ–બેધાદિ હેય એનું નિરૂપણ છે. યોગનાં અષ્ટ અંગ તથા બીજ એ વગેરે શ્રી પાતંજલયોગ દર્શનનું સ્મરણ કરાવે છે. આનું ગુજરાતી ઢાળરૂપે ભાષાંતર શ્રી યશવિજયગણીએ વિ. સં. ૧૭૨૦ ના અરસામાં કર્યું છેઃ તે પ્રસિદ્ધ થયું છે. બીજું મૂળગ્રંથ કર્તાએ જ કરેલી ૩૦૦૦ શ્લેકપૂર ટીકા સાથેનું ભાષાંતર શ્રી મુંબઈ-પરમકૃત પ્રભાવક મંડળ તરફથી જાય છે. (i) જ્ઞાનસાર –
પૂર્ણાષ્ટક, જ્ઞાનાષ્ટક, તપાષ્ટક, વિવેકાષ્ટક, સમતાષ્ટક આદિ જુદાં જુદાં ૩૨ અષ્ટકને ૨૬૦ કપૂર આ સંસ્કૃત પદ્યરૂપ ગ્રંથ શ્રી યશોવિજયગણીએ વિ. સં. ૧૭૨૫ ના અરસામાં રચ્યો છે. તેના પર પં. દેવચંદ્રજીએ સવિસ્તર ટીકા રચી છે, પણ મૂળનું જ ગુજરાતી ભાષાંતર વિવેચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com