________________
-
-
૩૦
જૈન સાહિત્ય (f) અધ્યાત્મ ક૯પકુમ–
શાંતરાસના કર્તા શ્રી મુનિસુંદર સૂરિએ આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ વિ. સં. ૧૪૫૦ માં લખે છે. તે પાંચ શ્લેકપૂર છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રગટ થયું છે. બીજું સવિસ્તર વિવેચન ચુત ભાષાંતર . રા.મેતીચંદ ગિરધરભાઈ કાપડીયા B. A. LL. B. (Solicitor) એમણે કરેલું છપાય છે. (g) અધ્યાત્મપનિષદ અથવા ગશાસ –
બાર પ્રકાશમાં સંસ્કૃત પદ્યમાં પતે જ કરેલી ટીકા સાથે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ વિ. સં. બારમી સદીમાં ર છે. તત્ત્વજ્ઞાન, પ્રક્રિયા, ધ્યાન, યોગ, સમાધિ એ આદિનું નિરૂપણ કરનાર પ્રાસંગિક યોગપુરુષોનાં ચરિત્રે સાથેને આ ગ્રંથ સાહિત્ય-તત્વરસિક પુરુષે આનંદપર્વક વાંચવા-વિચારવા જેવું છે. આનું ગુજરાતી ભાષાંતર શ્રી કેશરવિજયગણી આદિએ કરેલું પ્રસિદ્ધ થયું છે. આ - આ શાંતસુધારસ મહારા પૂ. સદ્. પિતાશ્રીના પ્રશાંતરસમમય અપૂર્વ ભાવવાહી વિવેચન સમેત મહારા તરફથી અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. આની બીજી આવૃત્તિ પણ હાલમાં છપાઈ બહાર પડી છે.
શ્રી વિનયવિજયજી કૃત આ શાંતસુધારસની વિશિષ્ટ ચમત્કૃતિ તે એ છે કે ગીતગોવિંદમાં જેમ જયદેવ કવિએ શ્રગારરસપ્રધાન કાવ્યો ગેય પદ્ધતિએ ગૂંથા છે, તેમ અત્રે શ્રી વિનયવિજય કવિએ શાંતરસપ્રધાન કાવ્યો ઢાળબદ્ધ ગેય પદ્ધતિએ અપૂર્વ કળાથી ગૂંચ્યા છે –જે સંસ્કૃત વાડમયમાં ખરેખર ! અદ્વિતીય છે.
– ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com