________________
અધ્યાત્મ યેગ (d) * સમાધિશતક–
આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથમાં આધિ-વ્યાધિ-ઉપાધિગ્રસ્ત સંસારમાં મુંઝાયેલા જીવે સમાધિ, સામ્યભાવ, (Equilibrium of mind) કેમ રાખવાં, દ્રષ્ટારૂપે કેમ રહેવું એ વગેરેને અધિકાર છે. શ્રી પ્રભાચંદ્રપૂજ્ય એ ગ્રંથ વિ. સં. તેરમી સદીમાં લખે છે. એનું ગુજરાતી ભાષાંતર મરહુમ પ્રા. મણિભાઈએ કરેલું, તેમજ મુનિ બુદ્ધિસાગરે કરેલું બંને પ્રસિદ્ધ થયાં છે. (e) શાંત સુધારસ–
શ્રી વિનયવિજય ગણીએ સંસ્કૃત વિવિધ રાગરાગણીવાળી ઢાળમાં વિ. સં. ૧૭૧૦ ના અરસામાં ૩૦૦ શ્લોકપૂર આ ગ્રંથ લખે છે. તેમાં જીવને સમતા-શાંતિ ઉપજાવે, સદવિચાર ટેકાવે એવી અનિત્યાદિ બાર અનુપ્રેક્ષાનું, મિથ્યાદિ ચાર ભાવનાનું વર્ણન છે. ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે. બીજું વિસ્તાર યુક્તક વિવેચન પૂર્વક અમારા તરફથી તૈયાર થયું છે.
* આ પરમ સમાધિરસમૃય સમાધિશતકના કર્તા બા. પૂ. સશ્રીની કંઈક સમજફેર થઈ હોય એમ લાગે છે. શ્રી પ્રભાચંદ્ર પ્રસ્તુત ગ્રંથના ટીકાકાર છે, કર્તા નહિં; તેના કર્તા તે સુપ્રસિદ્ધ શ્રી પૂજ્યપાદસ્વામી (અપર નામ આચાર્ય દેવનંદિ) છે,જેમની તત્ત્વાર્થસૂત્ર પરની “સર્વાર્થસિદ્ધિ' નામક પ્રમાણભૂત સુવિશદ મિકા પણ સુપ્રસિદ્ધ છે.–
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com