________________
૨૬
જૈન સાહિત્ય ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયે છે. આમાં કર્મ એટલે શું? જીવ તે કેવા કેવા પ્રકારે કેવાં કારણે બાંધે છે? તેની પ્રકૃતિએ શું? તે કેવા કેવા પ્રકારે ઉદય આવે ? એ વગેરેનું સૂમ નિરૂપણ કર્યું છે. જેનોને આ પરમ સારરૂપ તાત્વિક ગ્રંથ છે હીનકાળ એગે એના અભ્યાસીઓ બહુ થડા છે.
ઇત્યાદિ.
(૪) દ્રવ્યવિચાર–Metaphysics. (a) દ્રવ્યાનુયોગતકણાઃ-( ગુજરાતીમાંથી સંસ્કૃતમાં રચાયેલો ગ્રંથ.) ગુજરાતી પદમાં “દ્રવ્યગુણ પર્યાય” ને રાસ વિવરણ સાથે શ્રી યશેવિજયગણીએ વિ. સં. ૧૭૨૦ આસપાસમાં રચે છે. આ ઉપરથી આ ગ્રંથ સંસ્કૃતમાં ૨૦૦૦ શ્લેકપૂર શ્રીજ પંડિતે રચે છે; આ ગુજરાતી વિવરણ સાથે રાસ તેમ જ આ મૂળ ગ્રંથનું ભાષાંતર બંને પ્રસિદ્ધ થયાં છે. આ ગ્રંથમાં જગતમાં વસ્તુતઃ વસ્તુ (દ્રવ્ય પદાર્થ) શું છે? તથા તેનું તથા તે દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, અને આકાશ એના ગુણ, પર્યાય (વિવ7) એ વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ છે. (b) બહદ દ્રવ્યસંગ્રહ
આ મૂળ ગ્રંથ પ્રાકૃત ગાથામાં ૫૮ શ્લોકને વિ. સં. આઠમી સદીમાં હિંગંબર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતીએ રચ્ચે છે, તેના વિ. સં. પંદરમી સદીમાં શ્રી બ્રહ્મદેવે ૨૦૦૦
કપૂર સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથ શ્રી પરમકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com