________________
જૈન સાહિત્ય પ્રસિદ્ધ થયું છે. શ્રી ગુર્જર નૃપતિ વીરધવળના પુરોહિત સેમેશ્વરદેવે શ્રી વસ્તુપાળનાં યશગાનરૂપ “કીર્તિ કૌમુદી' નામનું જે કાવ્ય લખ્યું છે અને જેનું ભાષાંતર ૨ા ૨. વલ્લભજી હરિદત્ત આચાર્યું કર્યું છે,
તેવો આ ગ્રન્થ છે. (૬) સુલસા ચરિત્ર:
૮૦૦ શ્લોકપૂર આ કાવ્ય આગમિક શ્રી જયતિલકસૂરિએ વિ. સં. ૧૪૩૬માં રચ્યું છે. આમાં શ્રી મહાવીરદેવની પરમ શ્રાવિકા સુલસા સતીનું ચરિત્ર છે. પરાભક્તિનું સ્વરૂપ આ ચરિત્રથી સમજાય એમ છે. ગુજરાતી ભાષાંતર સાથે આ કાવ્ય પ્રસિદ્ધ થયું છે.
ઇત્યાદિ.
(૨) ન્યાય. (Logic) પડદશન. (a) પદનસમુચ્ચય –
ન્યાયવિષયક આ સંસ્કૃત પદ્યાત્મક ગ્રન્થ માત્ર ૮૭ શ્લોકને શ્રી હરિભદ્રસૂરિએ વિસં. છઠ્ઠા સૈકામાં ર છે. તેના પર વિ. સં. ૧૮૬૦ ના અરસામાં શ્રી ગુણરત્નસૂરિએ ૪૫૦૦ કપૂર “તર્ક રહસ્ય દીપિકા” નામની વૃત્તિ રચી છે. આમાં છએ દર્શનનું ન્યાયયુક્તિપૂર્વક નિરૂપણ કરી, સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. પ્ર. મણિભાઈએ ભાષાંતર કરેલે આ ગ્રન્થ મુદ્રિત થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com