SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય શ્રી ધનેશ્વરસૂરિ (શિલાદિત્યના વારામાં–તેના પ્રતિબંધક) એ લખેલ છે. આમાં શ્રી સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજયના તીર્થમાહાસ્ય ઉપર શ્રી ઋષભદેવથી માંડી આધુનિક કાળનાં ઐતિહાસિક ચરિત્રે છે. આનું ભાષાંતર શ્રી ભાવનગર-જૈનધર્મપ્રસારક સભા તથા “જૈન” પત્ર બંને તરફથી પ્રસિદ્ધ થયું છે. (k) ભરતેશ્વર બાહુબળી – વૃત્તિરૂપ સંસ્કૃત-પ્રાકૃત– ગદ્ય-પદ્યાત્મક ૧૦૨૮૨ શ્લોકપૂર આ ગ્રંથ વિ. સં. ૧૫૯૦ માં શ્રી શુભશીલસૂરિએ રચે છે, તેમાં શ્રી ઋષભદેવના પુત્ર શ્રી ભરત રાજા, તથા શ્રી કાલિકાચાર્ય, ભદ્રબાહુ આદિ ૬૬ મહા પુરુષો અને પ૪ મહાસતીઓનાં (સીતા, દમયંતી, સુલતા આદિ) ચરિત્ર છે. રા. રા. મેતીચંદ ઓધવજી શાહે અનુવાદિત કરેલ આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. (1) જગડ (જગદુદેવ શેઠ) ચરિત્ર – ૭ સગવાળું ૩૮૮ શ્લેકયુક્ત આ સંસ્કૃત કાવ્ય શ્રી સર્વાનંદસૂરિએ વિ. સં. ચૌદમા સકામાં લખ્યું છે. એમાં વિ. સં. ૧૩૧૩–૧૪-૧૫ માં પડેલા વિકરાળ દુષ્કાળ વેળા લેકોને અનાદિવડે જીવિતદાન આપનાર જગડુશાનું તથા ગુજરાતના રાજા વીરવળ આદિનું, કચ્છ-સિંધ આદિના રાજાઓનું પ્રાસંગિક ચરિત્ર છે રા. રા. મગનલાલ દલપતરામ ખખરે કરેલું આનું ભાષાંતર મૂળ સાથે મુદ્રિત થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy