________________
१४
જૈન સાહિત્ય જૈન કાવ્યમાળા'' અથવા “જૈન કાવ્યદેહન” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથ (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મસેવાને, ગુજરાતી સાહિત્ય વૃદ્ધિને, અને ગુજરાતી સાહિત્યને લાભ લેનારા ઉપર ઉપકારને અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે.
(૧૨) જૈન લેખકે તથા અન્ય લેખકો વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અન્યોન્ય અનુકરણ થતાં, તથા કેવાં લેખચર્ય (Plagiarism) અથવા વસ્તુરી થતાં એ પણ કઈ કઈ રાસે ઉપરથી સમજાવા યેગ્ય છે.
(૧૩) કેટલાક રાસે તે એકને એક વિષયના હવા છતાં જુદી જુદી રીતે જુદા જુદા લેખકેએ જુદા જુદા લખાયલા માલૂમ પડશે.
(૧૪) આ રાસોની યાદી ઉપરથી ગુજરાતીના શતકવાર જેન લેખકો સંબંધી ઉલ્લેખ કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.
અત્યાર સુધી વાત ૨ાસેની થઈ. એ ઉપરાંત પ્રાકૃત તથા સંસ્કૃત જેન કાવ્યાદિ સાહિત્ય અંગેના ગ્રંથના ગુજરાતી ભાષામાં જે અનુવાદ થયા છે, તેને પણ જે ગુજરાતી સાહિત્યમાં ગણવામાં આવે, તે તે વિભાગ પણ ઘણે થવા જાય છે. થોડાં નામ-સાહિત્યનાં જુદા જુદા વર્ગોરૂપે, કર્તાનાં નામ, રચના, મિતિ, શ્લોકસંખ્યા, ભાષાંતરકારનાં નામ, પ્રસિદ્ધ કરનારનાં નામ, તથા તે ગ્રંથમાં શું છે એની ટુંક નેધ, એ આદિરૂપે આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com