________________
લેખને દેશઃ જનહિત ને સદ્ધર્મસેવા સિદ્ધસેન દિવાકરની સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા અને વૃદ્ધવાદીની સમાચિત સરળ પ્રાકૃત (પ્રકૃતજનને man on the spot અનુસરતી) ભાષા,–આ બેમાંથી કઈ કારગત (વિજયી) થઈએ વાર્તા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસે કેના અર્થે લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર દૃષ્ટિ રાખવામાં આવે તે રાસેની કીંમત અને ઉપયોગિતા એકદમ પ્રતીત થશે ભલે પછી તે રાસમાં વાગાડંબર કે કાવ્યાલંકાર ન હોય. ઘણા રાસમાં રમણીય-મનેણ વાવિભવ અને કાવ્યાલંકાર આદિ છે, તથાપિ બધામાં ન હોય તેથી તેમને પ્રેમાનંદાદિનાં કા સાથે રસાલંકાર-વાગવિલાસ આદિની સરખામણીમાં તરછોડી કાઢી તેની ગણના ન કરવામા આવે એ અંગે આ લખવું છે.
(૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું છે, કે આ રાસેના લેખકે પ્રાયઃ સાધુ હતા; ઘરબારત્યાગી સ્વપ૨હિત અર્થે ઉદ્યમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસે લખવાને મુખ્ય હેતુ જનહિત તથા સધર્મ સેવા સાથે સ્વકર્મની નિર્જરને હતો.
(૧૧) આ રામને કેટલોક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થએલામાં કેટલોક ભાગ એવો અશુદ્ધ અને ચિથરીઓ (shabby and ragged) છે, કે તેને ફરી છપાવવાની જરૂર છે, માટે આ બધા રાના સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા
અથવા “બહલ્કાવ્યદેહન?? ની શૈલીએ * પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com