________________
૧૪
જૈન સાહિત્ય ચમત્કૃતિ અને અલંકારયુક્ત વાણી જોઈ સહુદય વાંચકને આનંદ મળે એમ છે.
(૭) એ રાસે ઉપરથી એ રસના વસ્તુ-પાત્રને અનુ સરી, એ રાસને શુદ્ધ ધર્મ ઉપદેશરૂપ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન રૌલીએ શુદ્ધ સંસ્કારી ભાષામાં કઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તે સદ્ધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ છે; મેટી નિર્જર તથા પુણ્યબંધનું કારણ છે.
(૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસેના લેખકે એ રાસે ગુજરાતી ભાષા અથવા કાવ્યચમત્કાર અર્થે નથી લગ્યા, પણ ગુજરાતી ભાષાને ઉપયોગ કરનારાઓને સદ્ધર્મઉપદેશવા અર્થો લખ્યા છે એટલે કવચિત કવચિત્ ભાષાડંબર કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલુમ પડે, તેથી ભણેલા
એ (Pedants) મુખ મચકોડવાનું નથી, તેથી એ રાસેની કીંમત કાંઈ ઓછી નથી થતી; સારશાધક સહૃદય વિદ્વાનેએ તો એ રાસેના આંતરૂ હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેરવવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષામાંથી પણ જિજ્ઞાસુ ભાષાશાસ્ત્રીને અવનવું શિખવાનું મળે એમ છે.
૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કીંમત તે ભાષાને ઉપયોગ કરનારાને લઈને છે; ભાષાને ઉપયોગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત્ (dead) છે; અને મૃતવત ભાષામાં ગમે તેવા ભાષાડંબર-કાવ્યચમત્કાર હેય પણ તે સામાન્ય જનસમૂહને તે નકામા પ્રાય છે. શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com