________________
=
જૈન સાહિત્ય સાધાર કહી શકાય એમ છે; જે આગળ બતાવીએ છીએ. જે શ્રી નરસિંહમેહતાની પહેલાં જનેતર બીજા લેખકે ન હોય (જે માની શકાય એમ નથી) તે ગુજરાતી લેખનની આદિ જૈન
લેખકેથી થઈ એમ માનવામાં વાંધો નથી. પ્રશ્ન (૩) ભલે જન લેખકેથી ગુજરાતી લેખનની કદાચ
આદિ થઈ, પણ એ લેખન સાહિત્ય એગ્ય વર્ગમાં આણી શકાય એવું છે? એ લેખનના કવનને કાવ્ય વર્ગમાં ગણી શકાય એમ છે? આને ઉત્તર વિચારીએ. ગુજરાતી કાવ્યની શરૂ આત શ્રી નરસિંહ મેહતાથી થયેલી ગણાય છે; અને એનાં સુરસિક, ભક્તિરસ ભર્યા, સહજ હૃદયમાંથી ફુરી આવેલાં કાવ્ય જોતાં, તેમજ આ કવિની પહેલાનું ગુજરાતી કાવ્ય સાહિત્ય નહિ મળેલ હોવાથી આ કવિશ્રી ગુજરાતી કાવ્યની શરૂઆતની ગણના થઈ એ યથાર્થ જ છે. પણ આ ભક્ત કવિ પહેલાં પણ ગુજરાતી લેખકે થયા છે, એવું અમારું માનવું છે; જેન લેખકે તે છે જ; અને બીજા પણ હોય, જે શોધખાળથી પ્રસિદ્ધિમાં આવવા યોગ્ય છે. હવે આ જૈન લેખકના લેખો સાહિત્યમાં અને તેમાં પણ કાવ્યસાહિત્યમાં ગણાવા ગ્ય છે કે કેમ એને સમતોલ નિર્ણય શિષ્ટ મધ્યસ્થ સાક્ષાએ કરવાનું છે. એ જૈન લેખકનાં નામ, તેઓની પદ્યાત્મક કૃતિ, કૃતિની
મિતિ વગેરે આગળ જણાવીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com