________________
જૈન સાહિત્ય વ્યવહરનારા જેને હેય, અને જૈનેતર બીજાઓ પણ હોય. આ બંનેમાંથી કઈ પણ એ અકુદરતી દા ન કરી શકે, કે અમારાથી જ આ ભાષાનો જન્મ થયો. બંને પક્ષ એ દાવો કરી શકે, કે આ પ્રકારે આ ભાષાને અમે યથાયોગ્ય પિષણ આપ્યું. એટલે ગુજરાતી ભાષાને જન્મ જિનથી છે, કે બીજાઓથી એ કૃત્રિમ ચર્ચાને કેરે રાખી, અત્રે અમે જૈન સાહિત્ય ગુજરાતી તથા તેના આધારભૂત અન્ય સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને કેવા પ્રકારે પોષણ આપ્યું, આધાર આપે, વિકાસ–વૃદ્ધિ-શુદ્ધિમાં હિ આપે એ નિપક્ષપણે બતાવશું. લેખન જન્મ.
બીજે એ પ્રશ્ન ઉઠી શકે, કે ગુજરાતી લેખનની શરૂઆત જેનેએ કરી કે બીજાઓએ ? આને યથાયોગ્ય આનુમાનિક નિર્ણય આપી શકાય; પણ તે નિર્ણય સંપૂર્ણ વજલેપ સત્યરૂપ તે નહિ; કેમકે ભાવિકાળે વિશેષ સબળ પુરાવા મળે, તો એ નિર્ણયને તિલાંજલિ દેવી જ પડે. પ્રસ્તુત પ્રશ્નના સમાધાનમાં કાળક્રમમાં કેનું સાહિત્ય પ્રથમ લખાયું, (chronologically) એ આપણે તપાસવું પડશે, અને એના ઉત્તરને આપણે મદાર એ ઉપર રહેશે. જે આપણને અચુક એમ જણાય, કે ગુજરાતી લેખિત સાહિત્ય કાળક્રમમાં જેનેનું પહેલું છે, તે ગુજરાતી લેખનારંભનું માન જેનેને મળશે. એમ છે કે નહિ એ આપણે આગળ તપાસશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com