________________
મયના સમસ્ત ક્ષેત્રને સુર્ણ કરી મહાન વીરચંતાનેએ આપેલે સાહિત્ય-ફાલ (ફાળે) વિપુલતા (Quantity) અને ગુણવત્તા (Quality, Merit) એ બન્ને દષ્ટિએ અપ્રતિમ છે. અને વિશેષ વિવરણને અવકાશ નથી, માત્ર બે ત્રણ ઉદાહરણ જ બસ થશે. “ગૂજરાતના જ્યોતિર્ધર' તરિકે સુપ્રસિદ્ધ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ એમ કહેવાય છે કે સાડા ત્રણ કોડ કલેક પ્રમાણુ સાહિત્યનું સર્જન કર્યું છે; મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ એક એકથી સરસ એવા ૧૪૪૪ ગ્રંથ જેટલો મહાન ગ્રંથરાશિ નિર્માણ કર્યો છે, એમ પરંપરાથી તેમની ખ્યાતિ ચાલી આવે છે. સેંકડો વિદ્વાને સાથે મળીને પણ જેટલું સાહિત્ય ન સજી શકે તેટલું વિપુલ અને ઉત્તમ સાહિત્ય સર્જનારા આવા વિરાટ (collosus) સાહિત્યસર્જક સાહિત્યસ્વામીઓ (Literary Giants) જેવા મહાન જ્યોતિધરે જૈનશાસન-ગગનમાં ચમકી ભારતમાં જ્ઞાન- સ્ના રેલાવી ગયા છે. અને આવા તે અનેકાનેક મહાન સાહિત્યકારે જૈન સમાજે ભારતને અર્યા છે, જેવાં કે–કવિકુલગુરુ કાલિદાસનું
સ્મરણ કરાવે એવા મહાકવિઓ જિનસેનાચાર્યજી–સિદ્ધસેન દિવાકરજી–સમંતભદ્રાચાર્યજી, બાણકૃતિ કાદંબરીની સ્પર્ધા કરે એવી તિલકમંજરી મહાકથા સર્જનાર મહાકવિ ધનપાલ, જૈનેના શંકરાચાર્ય સમા મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અને ન્યાયાચાર્ય યશોવિજયજી, જૈનેની મહાગીતા સમા “જ્ઞાનાર્ણવના પ્રણેતા મહર્ષિ શુભચંદ્રાચાર્યજી, ઉપમિતિભવપ્રપંપચા મહાંરૂપક કથાના સૃષ્ટા સિદ્ધષિજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com