________________
(ઈત્યાદિ)–જે મહાન ભારતીભક્તોની યશગાથા ગાતી ચિરંજીવ સુકૃતિએ દેશ કાલ અને જાતિના બંધનથી અનવછિન્નપણે આજે પણ ભારતના અને ભારતીના મુખને સમજજવલ કરી રહી છે !
આશ્ચર્ય છે કે તે જમાનામાં સાહિત્યનાં સાધને સ્વપ અને દુર્લભ છતાં તે તે મહાપુરુષે આટલું બધું સાહિત્યસર્જન કરી શક્યા, અને આજે તે સાહિત્યના સાધનોની વિપુલતો અને સુલભતા છતાં નવસર્જનની વાત તે દૂર રહે, પણ જૂનું જાળવી રાખવા જેટલી શક્તિ પણ હાસ પામી છે! એટલે પૂર્વ પુરુષની ગૌરવ ગાથા ગાવા માત્રથી આપણું કામ નહિં સરે, પણ તે પુરુષના ભવ્ય પુરુષાર્થને અનુરૂપ આપણે પુરુષાર્થ સ્લેરાવી “જૈન સાહિત્યના પુનરુત્થાનના મહાન કાર્યમાં લાગી જવાથી સરશે. તેમ કરવું હશે તે આ પુણ્ય કાર્યમાં ધીમેતેએ અને શ્રીમંતોએ પૂર્ણ સહકારથી યથાશક્તિ પિતપતાને ફાળે પરમ ઉદારતાથી આપ પડશે, અને તેની સર્વાંગસુંદર પ્રકાશના– પ્રભાવનાથે જ્ઞાનપ્રકાશક સંસ્થાઓએ પણ નિર્દભ સાચી સેવાભાવનાથી અગ્રભાગ ભજવા પડશે, અને તે માટે “એ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર-પ્રચાર-પ્રકાશ ખાતર, કેવળ સાહિત્યના પ્રેમની ખાતર સાહિત્યપ્રેમી વિદ્વાનેએ “આપ્પાપર (મારૂં તારું') છેડી દઈ બહાર આવવાને-નિરીહ પ્રયાસ કરવાને વખત આવી લાગે છે,”—એવા ભાવપૂર્ણ આ નિબંધકર્તા સદ્. સાક્ષર શ્રી મનસુખભાઈના આ મનનીય વચને ચરિતાર્થ કરવા પડશે. અસ્તુ ! , ચપાટી રેડ, ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, મુંબઈ-૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com