________________
૧૧૨
જૈન સાહિત્ય
થાડી છુટ મુકવી પડશે; પ્રાચીન ગુજરાતીમાં કવચિત્ ક્વચિત વચન જાતિ હાલનાં વ્યાકરણને અનુસરતાં નહિં દેખાય, તથાપિ ગુજરાતી હાવાથી તેમાંના ભાવ તે ખરાખર અંધ બેસશે; આવી ગુજરાતીને વિદ્વાના એકમત થાય તા એના મૂળ ભાવ સ્ખલિત ન થાય તેવી રીતે સંસ્કારી ગુજરાતીમાં પ્રાચીન ગુજરાતીને હાલની સંસ્કારી ગુજરાતીમાં અવતારવી, અવતારવાની છુટ લેવી. શ્રી નરસિંહ મહેતાની પૂર્વે થયેલા જૈન આચાર્યાંના ગુજરાતી ભાષાના લેખેા મળ્યા છે; એની કેટલાકની નાંધ અમે આ વિષયના પ્રથમ પ્રકરણમાં લીધી છે. એ પ્રથમ પ્રકરણ લખ્યા અછી અમને વિ. સ. ૧૪૦૫માં દિલ્લીમાં લખાયલા ‘“રાજશેખર”ના વસ્તુપાળના રાસ”ની માહિતી મળી છે. તે ઉપરાંત ખીજા પણ “ભરત માહુખની રામ”ની ક્ષેમ પ્રકાશ રાસ''ની નોંધ લેવી ભુલી ગયા છિએ. આ સિવાય બીજું પણ સાહિત્ય જુદા જુદા ભંડારામાં હાવું સંભવે છે.
રા. રા. ધ્રુવ કાંટાવાળા અને ઠાકોર.
રા. રા. કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ તા. ૮-૯-૦૯ના પત્રમાં અમને લખે છે છે કે–રાસાની યાદીની પ્રત માટે મહુ આભારી છુ. એ યાદીમાં નોંધાયલા સાહિત્ય ઉપરાંત મહ બીજી જત રાસાત્મક સાહિત્ય છે, એ પણ નોંધાય
* રા. રા. ધ્રુવ જણાવે છે કે હમણાં જ તેના જોવામાં એ રાસ આવ્યા છે; અને જૈન છે; એક વિ. સં. ૧૨૨૫ કે ૧૨૪૫ના અને બીજો વિ. સ. ૧૩૨૭ના “સક્ષેત્રી' નામે છે. ભાષા પભ્રષ્ટ પ્રાકૃત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com