________________
નિખુષ યુક્તિયુક્ત અખલિત વાગધારાથી સફળતાપૂર્વક નિરસ્ત કરી છે. એક જ ધર્મ-સંપ્રદાયના અનુગામી હોવા છતાં, અત્રે સાહિત્ય-રણાંગણમાં વિપક્ષે ઉપસ્થિત એક જ નામધારી આ બે મહારથી સાક્ષર સન્મિત્રનું આ પ્રેમમય વાગયુદ્ધ સાહિત્યરસિક વિદ્વાનોને પ્રેક્ષણીય બન્યું હશે !
આ અંગે અત્રે પિષ્ટપેષણ નહિ કરતાં, એટલું જ જણાવવું એગ્ય છે કે આ વિદ્વાન નિબંધકર્તાએ ભાષાવિવેક અંગે શ્રી રુદ્રટે કહેલા ભાષાના છ ભેદને હવાલે આપ્યું છે–(૧) પ્રાકૃત, (૨) સંસ્કૃત, (૩) માગધી, (૪) પશાચિકી, (૫) શૌરસેની, (૬) “દેશવિશેષથી ઘણા ભેદવાળે અપભ્રંશ “વિશેષાત્ ડિઝંર . એમ ભાષાના છ ભેદ નિર્દેશી, પ્રત્યેક ભાષામાં સાથેના સાથે રહેલા આ ચાર ભેદનું સ્વરૂપ દર્શાવ્યું છે--(૧) પ્રાકૃત સ્વરૂપ, (૨) સંસ્કૃત સ્વરૂપ, (૩) સમસંસ્કૃત સ્વરૂપ, (૪) અપભ્રંશ સ્વરૂપ; અને તે પ્રત્યેકના સ્પષ્ટ ઉદાહરણે આપી, સાહિત્ય જગત્ સમક્ષ પુષ્કળ રસપ્રદ ભાષાવિવેક દર્શાવી તાત્પર્ય દર્શાવ્યું છે કે – દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈ આગલી ભાષામાંથી અપભ્રંશ-રૂપાંતર પામી અવતરેલી–ઉછરેલી ભાષામાં સમાજન, સંપ્રદાયમાત્રને, હાથ છે; કોઈ વ્યક્તિ કે કઈ સંપ્રદાય એ ભાષાનો જન્મ પિતાને ત્યાંથી ન સંભાવી શકે. આ સમસ્ત ચર્ચાના સંદર્ભમાં આનુષાંગિકપણે સંસ્કૃત-પ્રાકૃત બને ભાષાના સાહિત્યના સર્વાગીણ વિકાસમાં જૈન સાહિત્યે આપેલ મહાન ફાળાની પ્રશસ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com