________________
કરી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે. એમ વ્યાકરણને ખાસ ઉલ્લેખ કરી પ્રાકૃત એટલે શું? અને તેના અંગે જૈનાચાર્યોનું મંતવ્ય રજુ કરી, (૧) સમસંસ્કૃત પ્રાકૃત, (૨) તજજા પ્રાકૃત, (૩) દેશી પ્રાકૃત, એમ પ્રાકૃતના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે; અને પ્રાકૃતમાં લખાયેલ જૈન આગમસૂત્ર ઉપરાંત પ્રકીર્ણ ગ્રંથ, કા, ચરિત્રો, ન્યાય, તત્ત્વજ્ઞાન, વ્યાકરણાદિ વિપુલ સાહિત્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કરી, “એ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર અર્થે સાહિત્યપ્રેમી વિદ્વાનને ભાવપૂર્ણ અનુરોધપૂર્વક આ પ્રથમ પ્રકરણ પૂર્ણ કર્યું છે.
બીજા–“ભાષાવિવેક પ્રકરણમાં પ્રથમ તે પહેલા પ્રકરણમાં જેના પ્રત્યે સહજ ઈશારે કર્યો હતો તે ગૂજરાતી ભાષાને જન્મ જેનેથી થયે છે? એ પ્રશ્નની સવિસ્તર ચર્ચા ઉપાડી છે, અને તેની તલસ્પર્શી મીમાંસા કરી છે. લેખક જણાવે છે તેમ “આ પ્રશ્નના ઉત્પાદક રા. રા. મનસુખભાઈ રવજીભાઈ મહેતા હતા, જેઓએ એવું વિધાન કરવા પ્રયાસ કર્યો હતો કે “ગૂજરાતી ભાષાને જન્મ જેનાથી થયે છે. પરંતુ આ નિબંધકર્તા સદ્. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતાએ ઉક્ત વિધાનને અત્રે જોરશોરથી પ્રતીકાર કર્યો છે, અને સ્પષ્ટ શોમાં જણાવ્યું છે કે “આ પ્રશ્ન કૃત્રિમ છે, અને કૃત્રિમ પ્રશ્નનું સાધ્ય સિદ્ધ થઈ શકે નહિં.” એમ જણાવી તેમણે એક કુશળ વાપ, ભાષાશાસ્ત્રીની અદાથી,-કુશળ ધારાશાસ્ત્રી જેમ પ્રતિવાદીની પ્રત્યેક દલીલને રદીઓ આપે તેમ,–પ્રતિપક્ષ તરફથી આગળ ધરાતી પ્રત્યેક દલીલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com