________________
જૈન સાહિત્ય ચાલતાં શ્રી કુલમંડનસૂરિ તથા પ્રદ્યુમ્રસૂરિએ વિચાર સાર તથા વિચારામૃત એ આદિ અનુક્રમે પ્રાકૃત ગ્રંથ રચ્યા છે. તેમજ ત્યાર પછી પંદરમા સૌકામાં શ્રી મુનિસુંદરસૂરિએ શ્રી સંતિકર સ્તવનાદિ પ્રાકૃતમાં લખ્યાં છે, જે પ્રસિદ્ધ થયેલ છે. આમ શ્રી સિદ્ધસેન સૂરિના વખતથી માંડી છેવટ અઢારમા સૈકા સુધી, (શ્રી યશોવિજયજીના યતિલક્ષણસમુચ્ચયાદિ આ અઢારમા સૈકાનાં) જૈન લેખકેએ, પુરુષાર્થ કલક્ષ્ય જૈન લેખકોએ, પ્રાકૃતને પોષવી ચાલુ રાખી છે; દિગંબર-શ્વેતાંબર બંનેએ એ પિષવી ચાલુ રાખી છે; પ્રાકૃત ઘસાઈ જવા નથી પામી; એ તે ઉછરતી ચાલી છે. તેમ વળી એ લેખકે સાથે સાથે સંસ્કૃતને પણ વિસરી નથી ગયા. આમ સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક કૃતિઓ થઈ છે, જે બધાની વિગતે માહિતી જૈન ગ્રંથાવલી, દાળ ભાંડારકર, પીટર્સન, બુહૂલર આદિના રીપેર્યો, તથા દિગંબર–વેતાંબરના જુદા જુદા પુસ્તક ભંડારની ટીમ જેયાથી મળે એમ છે. આ બધી પ્રાકૃત કૃતિઓ એક જ પ્રાકૃતની છે. કાળાદિ ભેદને લઈ આ કૃતિઓની શૈલીમાં સરળતા-કઠિનતા રસિકતા-કિલષ્ટતા આદિ વિલક્ષણ ભેદે દેખાશે; પણ એ બધી કૃતિઓનાં નિયામક લિંગ-શબ્દાદિ અનુશાસન
(વ્યાકરણ)નાં સૂત્રો તે એક જ, જેમ સંસ્કૃતમાં– જુદા જુદા વખતની સંસ્કૃત કૃતિઓમાં વિલક્ષણતા. (૧) શ્રી ઉમાસ્વાતિ વાચકનાં તરવાથધિગમ, પ્રશમરતિ, આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com