________________
જન સાહિત્ય આદિ કેટલો તથા ભંડારે જોવામાં આવે તે ખબર પડે. આ સૈકામાં શ્રી દિગંબરી નેમિચંદ્ર સિદ્ધાંતીનાં પ્રાકૃતમાં રચાયેલાં શ્રી મદ્રસાર તથા બહદુ દ્રવ્ય
સંગ્રહ આદિ બહુ પ્રસિદ્ધ છે. (૮) નવમા સૈકામાં પંચસંગ્રહ આદિ જુના કર્મગ્રંથને
અનુસરી કર્મવિપાક આદિ જુના કર્મગ્રંથ શ્રી ગMર્ષિએ રચેલા મળી આવે છે. અત્રે મોરબીના ભંડારમાં અમારા જેવામાં આ ગ્રંથ આવેલ છે; અને આ પરિષહ્ના પ્રદર્શનમાં એ મુકેલ છે. દશમા સિકામાં સુપ્રસિદ્ધ ધનપાળ પંડિતે બીજી દેશીનામમાળો ( હાલ મળી આવતી પ્રાકૃતનામમાળામાં બીજી) જે તરંગલોલા નામે પ્રસિદ્ધ છે, તે રચી છે. તે જ અરસામાં કે કાંઈક પહેલાં શ્રી ચંદ્રપ્રભ મહત્તરે સત્તરી (સપ્તતિકા) નામને છઠ્ઠા કર્મગ્રંથના નામે ઓળખાતે ગ્રંથ રચેલે મુદ્રિત
થયે છે. અગ્યારમું–બારમું-તેરમું શતક(૧૦) ત્યાર પછી કમે ક્રમે શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમ
ચંદ્રસૂરિ, શ્રી મલધારી હેમચંદ્રસૂરિ, શ્રી ચંદ્રસૂરિ, આદિ થયા તેમણે પ્રત્યેકે પ્રાકૃત કૃતિઓ કરી છે. શ્રી ચંદ્રસૂરિની “સંગ્રહણ” જે મધ્યમ સંગ્રહણીના નામે ઓળખાય છે, તે તથા શ્રી હેમચંદ્રાચાર્યની
ત્રીજી દેશીનામમાળા પ્રસિદ્ધ થયેલી વિખ્યાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com