________________
-
જૈન સાહિત્ય
નંદિસૂત્રમાં ગંધઃ છઠ્ઠા સૈકાનું સાહિત્ય
જૈન આગમ સૂત્રે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ તથા બીજા સાધુઓએ વિ. સં. ૫૧૦ ના અરસામાં પુસ્તકારૂઢ કર્યા; તે પહેલાં શું સ્થિતિ હતી એને વિગતે અહેવાલ શ્રી દેવદ્ધિસૂરિ શ્રી નંદીસૂત્રમાં આપે છે, ત્યાર પછી તે સૈકાના પ્રાંતે થયેલા શ્રી હરિભદ્રસૂરિ જેમણે “મહાનિશીથ” વિચ્છેદ જતું ઉદ્ધર્યું, તેઓ પણ તે સૂત્રમાં તથા દશવકાલિકાદિ સૂત્રની ટીકામાં આ વાત જણાવે છે. તેમની પહેલાં થયેલા શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ બહભાષ્ય અથવા વિશેષાવશ્યકમાં પણ આ વાત આપે છે ત્યારપછી વિ. સં. આઠમા સૈકામાં થયેલા શ્રી શીલસૂરિ પણ શ્રી આચારાંગની વૃત્તિમાં આ ' વાત આણે છે, તેમજ વિસં. બારમી સદીમાં થયેલા શ્રી અભયદેવસૂરિ, ત્યાર પછી તરતમાં થયેલા શ્રી વાદિવેતાલ શાંતિસૂરિ, શ્રી મલયગિરિ સૂરિ, શ્રીકેટ્યાચાર્ય (કેટિસૂરિ), શ્રી દ્રોણાચાર્ય, શ્રી મલધારી હેમચંદ્રસૂરિ આદિ જેઓએ જુદાં જુદાં સૂત્રોની, અંગે પાંગની વૃત્તિઓ લખી છે, તેઓએ યથાયોગ્ય આ ઐતિહાસિક બીના આપી છે. ઘરબારત્યાગી, આરંભ-પરિગ્રહથી રહિત સ્વદેહની એક સંયમને અર્થે જ રક્ષા કરવાવાળા, સ્વપર હિત માટે ઉઘુક્ત થયેલા આ પુરુષને ખોટું, અસમંજસ
અથવા અતિશક્તિરૂપ લખવાનું શું કારણ હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com