________________
૮૪
જૈન સાહિત્ય મળે છે, બાકી તે માત્ર યાદીરૂપે પ્રાચીન ટિપ્પણિકામાં (catalogues) નામરૂપે રહ્યા છે! કાળદોષે તે ગ્રંથ અલભ્ય થઈ પડયા છે ! વિસં. સેળમા સૈકાની (catalogue) ફેરીત કરનારને પણ એ ગ્રંથે હાથ લાગ્યા નથી; માત્ર નામરૂપે એણે જણાવ્યા છે! આમ વિ. સં. પહેલા સૈકા પછી પાંચમા સૈકા સુધીમાં પ્રાકૃત ઘસાતું ચાલ્યું અને સંસ્કૃત પોષાતું ચાલ્યું એ એકાંતે અથવા અનુમાને કહી શકાય એમ નથી. બંને ભાષામાં ગ્રંથ રચાયા હોવા જોઈયે; પણ બંનેના ઉપર જણાવ્યા એટલા કે બીજા કોઈ ગ્રંથે જ મળી શકે છે. આ ગ્રંથે બધા શ્વેતાંબર સંપ્રદાયના છે, અને આ ઠેકાણે નેંધ લેવી જરૂરની છે, કે આ અરસામાં દિગંબરઆસ્રાયના ઘણા ગ્રંથકાર થયા છે; તેઓએ પણ સંસ્કૃત-પ્રાકૃતમાં ઘણા ગ્રંથ રચ્યા છે; અને એમાંના ઘણા મળી આવે છે; પ્રાકૃતની સંખ્યા વિશેષ છે. દિગંબર પ્રાકૃત અને શ્વેતાંબર પ્રાકૃતમાં શૈલી કે ધાવા પરત્વે સહજ વિલક્ષણતા દેખાય છે. પણ તે બંને પ્રાકૃતનું નિયામક શબ્દાનુશાસન (વ્યાકરણ) એકજ જાતનું છે; આસ્રાયભેદ, દેશભેદ, કાળભેદ એ આદિ કારણે શૈલીલક્ષણ્ય સ્વાભાવિક છે; પણ તે બધાંનાં નિયામક વ્યાકરણ સૂત્રો એકજ છે; આ દિગંબર પ્રાકૃત ગ્રંથમાં ધ્યાન ખેંચી રહેલા Jથે શ્રી સિદ્ધસૂરિ પછી વિ. સં. બીજા સૈકામાં થયેલા શ્રી પવનદિ અથવા કુંદકુંદ સ્વામીના (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com