SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હુકુમત-એ-આઝાદ–હિંદ ૧૮૫૭ પછી, અંગ્રેજોએ હિંદી પ્રજા પાસેથી, બળજબરીથી હથિયાર ખૂંચવી લીધાં અને એમને માથે દમન અને ત્રાસનું ચક્ર ચલાવ્યું. થોડાક સમય સુધી પ્રજા એનાથી દબાયેલી પડી રહી. પરંતુ ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને જન્મ થતાં ફરી પાછી નવી જાગૃતિ આવી. ૧૮૮૫ થી તે ગયા વિશ્વયુદ્ધના અંત સુધી, હિંદની પ્રજાએ ગુમાવેલી આઝાદી પાછી મેળવવા માટેના પ્રયત્નમાં શકય હોય એટલી બધી રીતે અજમાવી જોઈ ચળવળ અને પ્રચારકાર્ય, બ્રિટિશ માલનો બહિષ્કાર, ત્રાસવાદ અને ભાંગફેડ અને છેલ્લે, હથિયારસજજ બંડ પણ. આ બધા પ્રયત્નો તત્કાળ પૂરતા નિષ્ફળ ગયા. છેલ્લે ૧૯૨૦માં નિષ્ફળ બનેલી હિંદી પ્રજા નવા માર્ગની શોધમાં ફાંફાં મારતી હતી ત્યારે મહાત્મા ગાંધીજી અસહકાર અને સવિનયભંગનું નવું શસ્ત્ર લઇને આગળ આવ્યા. આ રીતે હિંદના લોકોએ પોતાનું રાજકીય આત્મભાન પાછું મેળવ્યું એટલું જ નહિ પણ ફરી એક વાર પિતાનું રાજકીય વ્યક્તિત્વ એમણે પ્રાપ્ત કરી લીધું. તેઓ એક જ અવાજે બોલવા લાગ્યા અને એક જ સર્વસામાન્ય ધ્યેય માટે સંગઠિત નિશ્ચય બળથી મથવા લાગ્યા. ૧૯૩થી તે ૧૯૩૯ સુધી, આઠ પ્રાંતેમાંના કેંગ્રેસ પ્રધાનમંડળના કાર્ય દ્વારા, પિતાનું તંત્ર સમાલી શકવા પોતે સમર્થ છે એને પુરાવો એમણે આપે. આ રીતે, આ વિશ્વયુદ્ધને વખતે, હિંદની મુક્તિ માટેના અંતિમ સંગ્રામને મેકો બરાબર પાકી ગયો છે... અંગ્રેજી રાજે પોતાના છળકપટથી હિંદીઓને બનાવી લઈને તથા લૂંટબાજી અને શેષણથી તેમને ભૂખમરા અને મૃત્યુના મુખમાં ધકેલી દઈને હિંદી પ્રજાની શુભેચ્છા સદંતર ગુમાવી દીધેલ છે અને આજે એ તદ્દન ડગમગતી સ્થિતિમાં જીવે છે. એ કમનસીબ રાજ્યની છેલ્લી નિશાનીઓનો નાશ કરવા માટે એક જ જ્વાળાની જરૂર છે. એ જ્વાળા પ્રગટાવવી એ કાર્ય હિંદની આઝાદ ફેજનું છે. આઝાદીની ઉપા ઊગવાની ઘડી આવી પહોંચી છે તે વખતે, અત્યારે હિંદી લોકોએ એમની કામચલાઉ સરકાર સ્થાપીને એ સરકારને ઝંડા નીચે આખરી જંગ ખેલી લે જેઈએ. પણ બધા હિંદી નેતાઓ જેલમાં હોવાને કારણે તથા સર્વ હિંદીઓ સદંતર શસ્ત્રવિહોણા હોવાને લીધે ખુદ હિંદમાં કામચલાઉ સરકાર સ્થાપવાનું અથવા તે એવી સરકારની નેતાગીરી નીચે સશસ્ત્ર જંગ શરૂ કરવાનું શક્ય નથી. એથી, પૂર્વ એશિયામાંના “હિંદ સ્વાતંત્ર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy