SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ “હમેશાં હું હિંદને ખિદમતગાર રહીશ અને મારાં આડત્રીસ કરોડ હિંદી ભાઈબહેનના કલ્યાણનું જતન કરીશ એ જ મારી મોટામાં મોટી ફરજ રહેશે. સ્વાધીનતા મેળવ્યા પછી પણ, એ સ્વાધીનતા સાચવી રાખવા માટે મારા લેહીનું છેલ્લામાં છેલ્લું બિન્દુ રેડવા માટે પણ હું હમેશાં તૈયાર રહીશ.” તંગ વાતાવરણમાં સ્વસ્થતા આવી. અમે ફરીથી સહેલાઈથી, શ્વાસ લઈ શકયાં. પછી કામચલાઉ આઝાદ સરકારને દરેક સભ્ય એ વિશાળ પરિષદની સમક્ષ આવ્યો. દરેક જણે આ પ્રમાણે સેગંદ લીધાઃ “ઈશ્વરને નામે હું આ પવિત્ર સોગંદ લઉં છું કે, હિંદુ અને મારાં આડત્રીસ કરોડ દેશ-બાંધવને આઝાદ કરવા માટે, હું, આપણ નેતા સુભાષચંદ્રબાઝને સંપૂર્ણપણે વફાદાર રહીશ અને મારી જિંદગી તેમ જ મારું સર્વસ્વ એ કાર્ય માટે કુરબાન કરવા માટે હમેશાં તૈયાર રહીશ.” ત્યાર પછી આઝાદ હિંદની સરકારનું જાહેરનામું અમારી સમક્ષ વાંચવામાં આવ્યું હતું. ભવિષ્યમાં હિંદના ઇતિહાસમાં દેશભક્ત હિંદીઓના શેણિતથી લખાનાર એ એતિહાસિક જાહેરનામાને હું આખું જ અહીં નોંધી લઉં. ૧૭૫૭ માં બંગાળામાં અંગ્રેજોને હાથે પહેલો પરાજય ખાધા બાદ હિંદીઓએ એકસો વરસના ગાળામાં અંગ્રેજો સાથે સતત્ અને સખત લડાઇઓ લડ્યા કરી. આ સમયનો ઈતિહાસ અનન્ય વીરતા અને કુરબાનીનાં ઉદાહરણથી છલકાય છે; એ ઇતિહાસના પાનાઓમાં બંગાળના સિરાજ-ત્રઃદલા અને મોહનલાલ, દક્ષિણ હિંદના હૈદરઅલી, ટીપુ સુલતાન અને વેલ થાપી, મહારાષ્ટ્રના આ પાસાહેબ ભેંસલે અને બાજીરાવ પેશ્વા, અયોધ્યાની બેગમો, પંજાબના સરદાર શ્યામસિંહ અટારીવાલા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાતીઆપી, દુમરાવના મહારાજ કુંવરસિંધ અને નાનાસાહેબનાં નામ હમેશને માટે સોનેરી અક્ષરે કોતરાયેલાં રહેશે. આપણું કમભાગે, આપણું પૂર્વજોને શરૂઆંતમાં એ ખ્યાલ ન આવ્યો કે, અંગ્રેજો આખા હિંદને ગળી જવા માગે છે અને તેથી તેમણે દુશ્મન સામે એક સંગઠિત મોરચે ન ર. આખરે જ્યારે હિંદના લોકોને પરિસ્થિતિનું સાચું ભાન થયું ત્યારે તેમણે એકત્ર થઈને જંગ ઉપાડ્યો અને ૧૮૫૭ની સાલમાં, બહાદુરશાહના ઝંડા નીચે, સ્વાધીનતાના શહીદે તરીકે આખરી યુદ્ધ લડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy