SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ સંઘે ”, હિંદના તેમ જ બહારના સર્વ દેશભક્ત હિંદીઓના ટેકાથી, એ કાર્ય ઉપાડી લેવું જોઈએ અને એ સંઘે ઊભી કરેલી આઝાદ હિંદ ફોજની સહાયથી આઝાદીનું આખરી યુદ્ધ ખેલવું જોઈએ. એ એની પવિત્ર ફરજ છે, ધર્મ છે. “હકૂમતે આઝાદ હિંદને દરેક હિંદીએ વફાદાર રહેવું જોઈએ. એ વફાદારી મેળવવાને એને અધિકાર છે. એ હકૂમત (સરકારી પોતાના બધા જ નાગરિ. કોને રાજકીય સ્વાતંત્ર્ય તથા સમાન અધિકાર અને સમાન તકેની બાંહેધરી આપે છે. આખી જ પ્રજા અને એના સર્વ વિભાગ માટે સુખ અને આબાદી પ્રાપ્ત કરવી, દેશનાં બધાં જ બાળકને એક સરખી રીતે સંભાળવાં અને પરદેશી સરકારે ભૂતકાળમાં કપટથી પોષેલા સર્વ ભેદને નાબૂદ કરવા એ એનો મક્કમ નિરધાર છે. “ ઇશ્વરને નામે, હિંદના લોકોને એક પ્રજામાં પલટાવનાર ભૂતકાલીન પેઢીઓને નામે અને આપણા માટે વીરતા અને શહાદતનો ભવ્ય વારસો મૂકી જનાર સગત વીરેને નામે અમે હિંદના લેકિને અમારા ઝંડા નીચે એકત્ર થવાની અને હિંદની આઝાદી માટે જંગ ખેલવાની હાકલ કરીએ છીએ. અંગ્રેજો અને હિંદમાંના તેમના મળતીઆઓ સામે આખરી યુદ્ધ આરંભવાની અને એ જંગ બહાદુરી, વૈર્ય અને આખરી વિજય ઉપરની અચલ શ્રદ્ધા સાથે ખેલવાની અમે હાકલ કરીએ છીએ. હિંદની ધરતી પરથી દુશમનને હાંકી કાઢવામાં આવે અને હિંદના લેકે ફરી એક વાર સ્વાધીન થાય ત્યાં સુધી આ જંગ ખેલવાની અમે હાકલ કરીએ છીએ.” આ જાહેરનામા નીચે, આરઝી હકૂમત-એ-આઝાદ-હિંદ તરફથી નીચેની વ્યક્તિઓએ સહી કરી છેઃ શ્રી. સુભાષચંદ્ર બેઝ–સરકારના વડા, વઝીરે આઝમ અને યુદ્ધ તથા પરદેશ ખાતાના પ્રધાન; શ્રીમતી લી–સ્ત્રીઓના સંગઠન ખાતાના પ્રધાન; શ્રી. એસ. એ. આયર-પ્રચાર ખાતાના પ્રધાન લેટેનન્ટ એ. સી. ચેટરજી–નાણુ ખાતાના પ્રધાન; લેફ્ટનન્ટ કર્નલ અઝીઝ એહમદ, લેનિન્ટ કર્નલ એન. એસ. ભગત, લેફ્ટનન્ટ કર્નલ જે.કે. ભોંસલે, લેફટનન્ટ કર્નલ ગુલઝારસિંધ, લેફ્ટનન્ટ કર્નલ એમ. ઝેડ. ક્યાની, લેફટનન્ટ કર્નલ એ. ડી. લોકનાથન, લેફટનન્ટ કર્નલ એહસાન કાદીર, લેફટનન્ટ કર્નલ શાહનવાઝ–લશ્કરના પ્રતિનિધિઓ; શ્રી. એ. એમ. સહાય–પ્રધાનના દરજજાના મંત્રી શ્રી. રાસબિહારી બાઝ સૈથી વડા સલાહકાર શ્રી. કરીમ ગની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy