________________
[૮]
હિતશતન
નથી આવતું. કમાણી કરવાના આ દિવસને ખાસ યાદ રાખજે ને લાભ લેવાનું ચૂકતા નહિ.
૧. ચેવિહારે ઉપવાસ. ૨. આઠ પહેરને પિસહ ૩. શકય તેટલું મૌન ૪. ૧૫૦ નવકારવાળી પ. દેવવંદન
આવશ્યક કરણ સાથે ઉપરના પાંચની આરાધના માટે માગશર શુદિ ૧૫ ને દિવસ ઘણે જ ઉત્તમ છે. તેનું ફળ ઘણું છે. તે દિવસે ૯૦ તીર્થકરોના ૧૫૦ કલ્યાણુક થયા છે. બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુએ આ દિવસની આરાધના શ્રી કૃષ્ણ વાસુદેવને બતાવી હતીશ્રી કૃષ્ણ એકાદશીને વિધિપૂર્વક આરાધતા હતા.
સુવ્રત શેઠનું સૌભાગ્ય એકાદશીની આરાધનાને આભારી હતું.
વર્ષમાં આવતા આ એક દિવસને ભૂલમાં જવા દેતા નહિ. निर्विवाद पर लाभ, लन्धुमात्मन् ! यदीच्छसि । सेव्यतां यत्नतो मौनी-मेकादशी श्रुते श्रुताम् ॥८॥
(૯) મૌન
મા. શ. ૬ તા. ૧૨-૧૨-૫૩ બલવાની શક્તિ આ જીવને મળવી દુર્લભ છે અનંતકાળના પરિભ્રમણ પછી છવ બેઇન્દ્રિયમાં આવે છે ત્યારથી તેને જીભ મળે છે. મળેલી એ જીભ સ્પષ્ટ બેલી શકતી નથી. તિર્યંચગતિમાં પંચેન્દ્રિય થાય ત્યાં સુધી જીવની એ સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com