________________
[૧૧૭]
હિતચિંતન પદની ને બાકી ચાલુ વિધિથી આચાર્ય પદની આરાધના થાય છે. એક ધાન્યવાળા ચણાનું બીલ કરે. આ પદને વણ પીળો છે. આરાધક આત્માને આચાર્ય પદ પામવું સુલભ છે.
आचार्यान् पीतवर्णाभान्, प्रोतवर्णान् प्रदीपवत् । पश्चाचारप्रतिष्ठान-प्रतिष्ठानवधारयेत् ॥ १०४ ॥
(૧૫) ઉપાધ્યાયની ઉપાસના તા. ૩-૪-૫૪
ગછના બેલી, સંસારના સળગતા તાપે તપેલા બન્યા જન્યા ભવ્ય આત્માને શાંતિ આપનારા, લીલાછમ ઉપવન બગીચા સમા શ્રતસાધનામાં સતત તત્પર શ્રી ઉપાધ્યાયજી મહારાજા છે. યુવરાજ સમા તેઓ આચાર્ય પદને યોગ્ય છે એમની આરાધના આત્માને ખુબ લાભ આપનારી છે.
પચીશ ગુણે ગુણવંતા શ્રી ઉપાધ્યાયજી મહારાજ એ શ્રી જિન શાસનના મંત્રી છે. શાસનના ઉત્સર્ગ અને અપવાદના સર્વ નિયમોને તેઓ જાણે છે અને શાંતિથી સમજાવે છે. ગમે તેવા પત્થર સમા શિષ્ય પણ તેમની ઉપાસનાથી નવપલ્લવિત બની જાય છે. નીલ વર્ણન એ ઉપાધ્યાય ભગવંતની આરાધના શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવી જોઈએ.
ઉપાધ્યાય પદની આરાધના ૨૫ ભેદે કરવાની છે. એટલે સાથીઆ, ખમાસમણ, પ્રદક્ષિણા વગેરે પચીશ. પરચીશ લેગર્સને કાઉસગ બાકી બધી ચાલુ વિધિ ઉપાધ્યાયની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com